બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 03:00 PM, 29 January 2020
ADVERTISEMENT
Sources: Actor Rajinikanth has suffered minor injuries during the shooting of an episode of 'Man vs Wild' with British adventurer Bear Grylls, at Bandipur forest in Karnataka. (file pics) pic.twitter.com/uQxsHCTkCb
— ANI (@ANI) January 28, 2020
ADVERTISEMENT
રજનીકાંત ગંભીર ઈજા નથી થઈ
જોકે, તેણે કહ્યું કે એટલી ગંભીર ઈજા નથી થઈ, જેથી જલ્દી ઠીક થઈ જશે અને તેઓ હાલ સ્વસ્થ છે. જે બાદ રજનીકાંત મૈસૂરથી નીકળી ગયા અને મોડી સાંજે ચેન્નઈ પહોંચ્યા હતા. રજનીકાંતના આ શૂટિંગનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે બ્લૂ જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે.
British adventurer Bear Grylls arrives at Bandipur forest in Karnataka for a shoot with actor Rajinikanth for an episode of his show 'Man vs Wild'. pic.twitter.com/mIkSrOARSz
— ANI (@ANI) January 28, 2020
આ પહેલાં નરેન્દ્ર મોદી બની ચૂક્યા છે શોનો ભાગ
રજનીકાંત પહેલાં પીએમ નરેન્દ્ર મોદી આ શોમાં જોવા મળ્યાં હતા. 12 ઓગસ્ટ, 2019ના રોજ ડિસ્કવરી ચેનલના પોપ્યુલર શો મેન Vs વાઈલ્ડમાં પીએમ મોદી તથા બેયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા. જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. પીએમ મોદી તથા બેયરે ઉત્તરાખંડના જિમ કોર્બેટના જંગલોમાં શૂટિંગ કર્યું હતું.
બાંદીપુર આશરે 874.2 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે
બાંદીપુર નેશનલ પાર્કની સ્થાપના 1974માં કરવામાં આવી હતી. બાંદીપુર આશરે 874.2 ચોરસ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલો છે. તે ચમારજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં આવેલું છે. તે મૈસૂર શહેરથી 80૦ કિ.મી. દૂર મુખ્ય પર્યટક સ્થળ ઉટી જવાના માર્ગ પર છે. શરૂઆતમાં તે મૈસૂરના રાજાનું પ્રાઈવેટ હંટિંગ રિઝર્વ હતું, પરંતુ પછીથી તેને બાંદીપુર ટાઇગર રિઝર્વમાં અપગ્રેડ કરવામાં આવ્યું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.