બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Rajasthan political Crisi supreme court high court

રાજકીય સંક્ટ / રાજસ્થાનના સ્પીકરને ઝટકો, હાઇકોર્ટની સુનાવણી પર રોક લગાવા SCનો ઇન્કાર

Divyesh

Last Updated: 01:00 PM, 23 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન સંકટને લઇને સુપ્રીમ કોર્ટમાં રાજસ્થાન હાઇકોર્ટના આદેશ પર રોક લગાવા પર ઇન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પહેલા હાઇકોર્ટનો ચુકાદો આવી જાય, ત્યાર બાદ સોમવારે ફરી આ મામલે સુનાવણી હાથ ધરાશે.

રાજસ્થાન વિધાનસભા સ્પીકર તરફથી કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે હાઇકોર્ટના નિર્ણયને રદ્દ કરવામાં આવે, કોઇપણ નિર્ણય પહેલા સ્પીકરના મામલમાં દખલ કરી શકાય નહીં. 

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણય પર રોક લગાવા પર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમે કહ્યું છે કે પહેલા હાઇકોર્ટ પોતાનો નિર્ણય આપે. ત્યાર બાદ જ સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરશે. 
 


રાજસ્થાનની રાજનીતિમાં ઉભા થયેલા સંકટનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અસંતોષનો અવાજ દબાવી ન શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોએ પાર્ટી છોડી છે?. આ ધારાસભ્યોને પણ લોકોએ જ ચૂંટ્યા છે. પાર્ટીમાં રહેતા ધારાસભ્ય અયોગ્ય કેવી રીતે હોઈ શકે?.

રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ સી.પી. જોશીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. કપિલ સિબ્બલે આ મામલે કોર્ટમાં જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યો સ્પીકર સામે આવે. ધારાસભ્યો પાર્ટી બેઠકમાં હાજર રહેતા નથી. જેથી હવે ધારાસભ્યો સ્પીકર સામે આવીને જવાબ આપે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan Supreme Court રાજકીય સંકટ રાજસ્થાન સુપ્રીમ કોર્ટ હાઇકોર્ટ rajasthan political crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ