rajasthan heated debate between govind singh dotasra and shanti dhariwal during cabinet meeting
ભારે કરી /
જોઈ લઇશ તને : ચાલુ કેબિનેટ મીટિંગમાં ઝઘડી પડ્યા બે મોટા નેતા, CM મોઢું જોતાં રહી ગયા
Team VTV11:59 AM, 03 Jun 21
| Updated: 01:01 PM, 03 Jun 21
રાજસ્થાનમાં બેઠક દરમિયાન રસીને લઈને સીએમ ગહેલોતની સામે જ બે મંત્રી બાઝી પડ્યા જેની ઘણી ચર્ચા થઈ રહી છે.
સીએમ ગહેલોતની સામે જ બે મંત્રી બાઝી પડ્યા
ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારે મંત્રી પરિષદની બેઠક થઈ હતી
બન્નેએ એકબીજાને જોઈ લેવાની ધમકી આપી
ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારે મંત્રી પરિષદની બેઠક થઈ હતી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં બુધવારે મંત્રી પરિષદની બેઠક થઈ હતી. જેમાં કોરોનાની રસી ઉપરાંત બોર્ડ પરિક્ષાઓ અને નિરાશ્રિત બાળકો માટે રાહત પેકેજની જાહેરાતને લઈને ચર્ચા થઈ. જો કે બેઠક દરમિયાન રસી અભિયાનને લઈને સીએમ ગહેલોતની સામે જ બે મંત્રી બાઝી પડ્યા જેની ઘણી ચર્ચા થઈ રહી છે.
સીએમ ગહેલોતની સામે જ બે મંત્રી બાઝી પડ્યા
કેબિનેટ બેઠકમાં ફ્રી રસીકરણ અભિયાનને લઈને રાજસ્થાનના શિક્ષા મંત્રી તથા કોંગ્રેસના પ્રેદશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરા અને શહેરી વિકાસ મંત્રી શાંતિ ધારીવાલ એકબીજા સાથે બાઝી પડ્યા હતા. આ દરમિયાન અશોક ગહેલોત આ ઝઘડાને જોતા રહ્યા હતા. મનાઈ રહ્યુ છે કે બન્નેની વચ્ચે બબાલ એટલી હદે વધી ગઈ હતી કે બેઠક બાદ બહાર નીકળીને પણ બન્ને નેતા ફરી ઝઘડ્યા હતા.
કઈ વાત પર થયો હતો ઝઘડો
એક ન્યૂઝ ચેનલ રિપોર્ટ અનુસાર ગોવિંદ સિંહ ડોટાસરા ફ્રી રસીકરણ અભિયાનને લઈને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને આવેદન કરવા અંગે વાત કરી રહ્યા હતા. જેનો શાંતી ધારીવાલે વિરોધ કર્યો અને સીધુ રાષ્ટ્રપતિને આવેદન મોકલવાનો પ્રસ્તાવ મુક્યો. તેમણે કહ્યુ કે કલેક્ટરને આવેદન આપીને શું કરશો? તેના પર ડોટાસરાએ કહ્યુ કે રાષ્ટ્રપતિને આપીને પણ શું કરી લેશો?
બન્નેએ એકબીજાને જોઈ લેવાની ધમકી આપી
જાણકારી મુજબ કેબિનેટ બેઠકમાં દલીલ બાદ ગોવિંદ સિંહ ડોટાસરા જવા માટે ઉઠ્યા તો તેમને સીએમ અશોક ગહેલોતે શાંત કર્યા અને કહ્યુ એકબીજા સાથે ઝઘડો ન કરતા તમે વાત પુરી કરો. દલીલ દરમિયાન બન્ને વચ્ચે વિવાદ એટલો વધી ગયો હતો કે વાત એક બીજાને જોઈ લેવાની ધમકી સુધી પહોંચી ગઈ. શાંતિ ધારીવાલે ગોવિંદ સિંહ ડોટાસરાને ત્યાં સુધી કહ્યુ કે જે બગાડવું હોય તે બગાડી દેજે મે ઘણા અધ્યક્ષ જોયા.