બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rainfall in 60 talukas of Gujarat, 3.5 inches maximum rain in Valsad

માવઠું / ભરશિયાળે ગુજરાતનાં 60 તાલુકામાં વરસાદ: સૌથી વધુ વલસાડમાં 3.5 ઈંચ, સુરત-પાલનપુરમાં પણ ધડબડાટી

Kiran

Last Updated: 01:50 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કમોમસી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, ચોમાસામાં અતિવૃષ્ટિ બાદ હવે શિયાળામાં માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જેને લઈને ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે.

  • ગુજરાતના 60 તાલુકામાં કમોસમી વરસાદ
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન
  • મોરબીમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન

ગુજરાતના 60 તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 60 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ વલસાડ જિલ્લામાં ખાબક્યો છે. જ્યારે પાલનપુરમાં 3 ઈંચ,દાંતામાં 2.5 ઈંચ વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ તો કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે, માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે જેમાં માર્કેટિંગ યાર્ડોમાં પણ ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થયું છે..

મોરબીમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન

આ તરફ મોરબી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે...માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો...માળિયાના બોડકી, ઝીંઝુડા, સરવડ, ભાવપર, તરઘરી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે..કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો છે...ત્યારે માવઠાને કારણે થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ માંગણી કરી છે..

માવઠાથી નવસારીમાં ચીકુના પાકને નુકસાન

કમોસમી વરસાદના કારણે નવસારીમાં ચીકુના પાકને નુકસાન થયું છે. અમલસાડી ચીકુમાં કમોસમી વરસાદની અસર થઇ છે. ત્રણ દિવસથી ભેજવાળા વાતાવરણના કારણે ચીકુના પાકને નુકસાન થયું છે. અમલસાડી ચીકુ ગુણવત્તા માટે જાણીતા છે અને આ મહિનામાં ચીકુની આવક સારા પ્રમાણ થઇ હતી, ખેડૂતોને ચીકુના 800થી 1200 રૂપિયા ભાવ પણ મળ્યા હતા પરતું કમોસમી વરસાદના કારણે ચીકુના ભાવને અસર થશે. 

મોરબીના હળવદમાં વીજ લાઇનનો ખેડૂતોનો વિરોધ

બીજી તફ મોરબીના હળવદ તાલુકામાં ખેડૂતોનો વિરોધ જોવા મળ્યો હતો..કચ્છથી વડોદરા જતી વીજ લાઇનના કામમાં પુરુ વળતર મળે તેવી માંગ સાથે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો અગાઉ પણ મામલતદાર કચેરીએ ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ કર્યો હતો, મહત્વનું છે કે વારંવાર રજૂઆતો કરી છતાં વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક નુકસાન 

કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઉભા પાક કપાસ અને જીરૂને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના બનાવ બન્યા છે. સાતથી આઠ એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. જો કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈને આગાહી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયું છે કે રાજ્યમાં પૂર્વી મધ્ય અસબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છૂટોછવાયો હળવો વરસાદ આવવાની સંભાવના સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ