બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / rain with severely cold weather in india till 11th January says IMD forecast

IMD ની ચેતવણી / ખેડૂતોને રડાવશે આ હવામાન, અહીં 11 જાન્યુઆરી સુધી રહેશે વરસાદ, ગાઢ ધુમ્મસ સાથે કાતિલ ઠંડી

Mayur

Last Updated: 09:29 AM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક તરફ કોરોનાએ માઝા મૂકી છે તો સામે ભારતીય હવામાન વિભાગ અનુસાર દેશના અલગ અલગ ભાગમાં હજુ બે ત્રણ દિવસ વરસાદ રહે તેવી શક્યતા છે. સાથે હાડ થિજવતી ઠંડી અને ધુમ્મસ પણ રહેશે.

  • એક તરફ કોરોનાએ દેશમાં તબાહી મચાવી છે 
  • બીજી તરફ હજુ પણ વરસાદ પડવાની આગાહી છે 
  • જાણો કયા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને ઠંડી રહેશે 

એક તરફ ઉત્તર ભારતમાં વરસાદે તબાહી મચાવી છે. તો હવે બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરશે.

આ રાજ્યોમાં વરસાદે મચાવી તબાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો મારો ચાલુ રહેશે. આજે (રવિવારે) પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. જો કે આ પછી વરસાદની અસર ઓછી થઈ જશે. બીજી તરફ મધ્યપ્રદેશ, વિદર્ભ, પૂર્વ ભારત અને છત્તીસગઢમાં 11 જાન્યુઆરી સુધી વરસાદ ચાલુ રહેશે.

અહીં ગાઢ ધુમ્મસ રહેશે
નોંધનીય છે કે વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 24 કલાક સુધી ધુમ્મસ છવાયેલ રહેશે.

દિલ્હીમાં વરસાદે રેકોર્ડ તોડ્યો
આ વખતે દિલ્હીમાં જાન્યુઆરીમાં પડેલા વરસાદે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 41 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવાર રાતથી પડી રહેલા અવિરત વરસાદને કારણે દિલ્હીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે.  બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગહી અનુસાર આજ થી સમગ્ર રાજ્યમાં હાડ થીજવાદી તેવી ઠંડીનો ત્રીજા દૌરની શરૂઆત થઈ ચુકી છે. તેમજ  આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવી જ કાતિ લ ઠંડી પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો વળી રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 

ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચ્યો

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો. આમ રાજ્ય સહિત કેટલા જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં વધારો થવા પામ્યો છે.  આમ રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો સિંગલ ડીઝિટમાં સિંગલ ડિજીટમાં પહોંચ્યા છે. ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં તાપમાનનો પારો 9 ડિગ્રી અને ગાંધીનગરમાં 8 ડિગ્રીન નોધાયો છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં અગામી બે દિવસો દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News IMD forecast Rain forecast gujarati samachar વરસાદની આગાહી IMD Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ