બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Rain forecast for next 4 days in Gujarat It rained in Ahmedabad today
ADVERTISEMENT
રાજ્ય (ગુજરાત) માં હવે વરસાદની એન્ટ્રી થઇ ચૂકી છે. એટલે કે હવે કહી શકાય કે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ છે. કારણ કે ગઇકાલે મુંબઇમાં પણ વરસાદ પડ્યો હતો. ત્યારે એવું કહેવાય છે કે મુંબઇમાં વરસાદ આવે એટલે ગુજરાતમાં વરસાદ આવતા વાર ના લાગે. મેઘાની એન્ટ્રી વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આજે પણ રાજ્યમાં વરસાદ વરસશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. 14 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની હવામાન વિભાગ દ્વારા સૂચના અપાઇ છે. દરિયામાં 50 કિ.મી પ્રતિ કલાકે પવન ફુંકાવવાની શક્યતા સેવાઇ રહી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ એન્ટ્રી મારશે.
ADVERTISEMENT
સવાર-સવારમાં અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો
આ સિવાય તમને જણાવી દઇએ કે, અમદાવાદના વાતાવરણમાં પણ વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો હતો. શહેરના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. શહેરના વિસ્તારો જેવાં કે SG હાઇવે, રાણીપ, વસ્ત્રાપુર સહિત પૂર્વ વિસ્તાર જેવાં કે નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારોમાં અમીછાંટણા થયા હતાં.
ADVERTISEMENT
.jpg)
રાજ્યમાં આગામી 4 દિવસમાં વરસાદ વરસવાની આગાહી
ADVERTISEMENT
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં આગામી 4 દિવસમાં વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદની કરાઇ આગાહી કરાઇ છે. તારીખ 15 જૂનથી રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ શકે છે.
ADVERTISEMENT
જુઓ રાજ્યમાં કઇ-કઇ જગ્યાએ વરસાદ વરસ્યો?
દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં તો વરસાદ પણ પડ્યો.દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદ વરસ્યો. તો ડાંગના સુબિર તાલુકામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો, આહવા તાલુકામાં 16મી.મી વરસાદ પડ્યો જ્યારે ધરમપુર અને કપરાડામાં પણ વરસાદ વરસ્યો હતો. એ સિવાય મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઇ ચૂકી છે. જો કે છેલ્લાં કેટલાંય દિવસના અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.