બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Rahul Gandhi takes fresh swipe at PM Modi, coins new word 'Modilie'

દાવો / ડિક્શનરીમાં હવે નવો શબ્દ Modilie આવ્યો છેઃ રાહુલ ગાંધી

vtvAdmin

Last Updated: 02:34 PM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો છે કે ઈંગ્લિશ ડિક્શનરીમાં એક નવો શબ્દ Modilie આવ્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પહેલાં એક સ્ક્રીન શોટ અને ત્યારબાદ Modilie.in ડોમેન શરૂ કર્યું છે.

રાહુલ ગાંધીએ જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેમાં Modilieનો અર્થ સતત સત્ય સાથે ચેડાં અને આદતવશ જૂઠું બોલવું એવો થાય છે એવું જણાવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધીનો આ વ્યંગ અને કટાક્ષ હોવાનું માનવામાં આવે છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં જે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેની ડાબી બાજુ કોંગ્રેસની વિજ્ઞાપન પણ નજરે પડે છે.

રાહુલે સ્ક્રીન શોટ શેર કર્યો છે તેના ઉપરથી ખબર પડે છે કે તેમને ઓક્સફર્ડ ડિક્શનરીમાં લાઈવ સેક્શનમાં સર્ચ કર્યું છે, પરંતુ સર્ચ પર એવું જણાવાયું છે કે આવો કોઈ શબ્દ જ નથી. રાહુલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે Modilie એક નવો શબ્દ છે, જે દુનિયાભરમાં લોકપ્રિય થઈ ચૂક્યો છે. હવે તેમના પર વેબસાઈટ પણ આવી ગઈ છે, જેમાં સૌથી સારા Modiliesની યાદી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Modilie National News PM Narendra Modi congress rahul gandhi Claim
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ