બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / qutub minar excavation no decision taken union culture minister denied reports

BIG NEWS / ખંડન: દિલ્હીના પ્રખ્યાત કુતુબ મીનારમાં કોઈ ખોદકામ નહીં થાય, સંસ્કૃતિ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

Pravin

Last Updated: 03:36 PM, 22 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર પરિસરમાં ખોદકામના સમાચારની વચ્ચે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીનું નિવેદન સામે આવ્યું છે.

  • સંસ્કૃતિ મંત્રીએ કર્યો મોટો ખુલાસો
  • કુતુબ મીનારમાં કોઈ ખોદકામ નહીં થાય
  • અગાઉ કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં આ વાત સામે આવી હતી

 

ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર પરિસરમાં ખોદકામના સમાચારની વચ્ચે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીનું નિવેદન સામે આવ્યું છે. તેમને મીડિયા રિપોર્ટનું ખંડન કર્યું છે. સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે, કુતુબ મીનાર પરિસરમાં ખોદકામનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 


કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીએ કહ્યું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી કુતુબ મીનાર પરિસરમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં અમે તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ પ્રકારના તમામ રિપોર્ટ પાયાવિહોણા છે. 

અગાઉ આવો હતો રિપોર્ટ્સ

કુતુબ મીનારને લઈને છંછેડાયેલા વિવાદની વચ્ચે ઐતિહાસિક પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રાલયના નિર્દેશ પર કુતુબ મીનારમાં મૂર્તિઓની આઈકોનોગ્રાફી કરવામા આવશે. એક રિપોર્ટના આધાર પર કુતુબ મીનાર પરિસરમાં ખોદકામ કરવામાં આવશે. ત્યાર બાદ ASI સંસ્કૃતિ મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપશે.

સંસ્કૃતિ સચિને અધિકારીઓની સાથે નીરિક્ષણ કર્યા બાદ આ નિર્ણય લીધો છે. તેથી કુતુબ મીનાર સાથે સાઉથમાં મસ્જિદથી 15 મીટર દૂર પર ખોદકામ શરૂ કરવામા આવશે. આપને જણાવી દઈએ કે, કુતુબ મીનાર જ નહીં, અનંગતાલ અને લાલકોટ કિલ્લા પર પણ ખોદકામ કરવામાં આવશે.

સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહનની સાથે ટીમે કર્યું હતું નિરીક્ષણ

કુતુબ મીનાર પરિસરમાં ખોદકામનો નિર્ણય પહેલા સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને 12 લોકોની ટીમ સાથે નીરિક્ષણ કર્યું હતું. આ ટીમમાં 3 ઈતિહાસકાર, ASIના 4 અધિકારી અને રિસર્ચર હાજર હતા. આ મામલામાં ASIના અધિકારીઓનું કહેવુ છે કે, કુતુબ મીનારમાં 1991 બાદ કોઈ ખોદકામ કરવામા આવ્યું નથી.

1991 બાદ નથી થયું કોઈ ખોદકામ

ASIના અધિકારીઓનું કહેવુ છે કે, કુતુબ મીનારમાં 1991 બાદ કોઈ ખોદકામ થયું નથી, આ ઉપરાંત કેટલાય રિસર્ચ પણ પેન્ડીંગ છે. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

કુતુબ મીનારનું નામ બદલવાની માગ

કુતુબ મીનારનું નામ બદલવાની માગ પણ હાલમાં ચાલી રહી છે. ત્યાર બાદ ત્યાં હિન્દુ સંગઠનના અમુક કાર્યકર્તાઓેએ હનુમાન ચાલીસાનું પણ પઠન કર્યું હતું. હિન્દુ સંગઠનોએ કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુસ્તંભ કરવાની માગ કરી હતી. હિન્દુ સંગઠનના એક કાર્યકર્તાએ કહ્યું હતું કે, મુગલો આપણી પાસેથી તેને છીનવી લીધો હતો. તેને લઈને પોતાની માગ રાખી રહ્યા છે. અમારી માગ છે કે, કુતુબ મીનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ