બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pubg india ban modi government prakash javadekar reaction twitter

બૅન / 118 ચાઈના એપ્સ બૅન થતાં જ મોદી સરકારના આ મંત્રીએ કહ્યું હવે...

Bhushita

Last Updated: 11:50 AM, 3 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દ્વારા એક વાર ફરી ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. આ પહેલાં 59 મોબાઈલ એપ્લીકેશન બંધ કર્યા બાદ બુધવારે સરકારે 118 અન્ય એપ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ લિસ્ટમાં ચર્ચિત ગેમ પબ્જી પણ સામેલ છે. હવે આ મુદ્દે કેન્દ્ર સરકારમાં મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન આવ્યું છે.તેઓએ કહ્યું છે કે આ નિર્ણયથી આત્મનિર્ભર ભારતને અને દેશી ઈનોવેશનને વેગ મળશે.

  • ચીન પર ફરી એક વાર ડિજિટલ સ્ટ્રાઈક
  • 118 એપ્સ બેન થતાં મોદી સરકારના મંત્રીએ આપ્યું નિવેદન
  • ચાઈના એપ્સ બેન થતાં આત્મનિર્ભર ભારતને મળશે વેગ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની તરફથી ટ્વિટ કરાયું છે કે 118 એપ્સને ભારતમાં બેન કરી દેવામાં આવ્યા છે. આત્મનિર્ભર ભારતની તરફ આ એક મહત્વનું પગલું છે. આ નિર્ણયથી ભારતીય ઈનોવેશનને વેગ મળશે અને સાથે જ શાનદાર દેસી એપ્સ પણ જોવા મળશે. બુધવારે સરકારની તરફથી પબ્જી સહિત અનેક એવા એપ્સ બેન કરાયા છે જેનો સંબંધ ચાઈના સાથે છે. સરકારની માનીએ તો તેના દ્વારા સુરક્ષાનો ખતરો હતો અને તે બધા પર્સનલ ડેટા ચોરવાની કોશિશ કરી રહી હતી. આ પહેલાં સરકારની તરફથી ટિકટોક એપ પર પણ બેન લગાવાયો હતો. 

મોદી સરકારનો આ નિર્ણય એ દિવસે આવ્યો જ્યારે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારતે મોટી હરણફાળ ભરી છે. હવે ભારત GII ના લિસ્ટમાં ટોપ 50 દેશોમાં સામેલ થયું છે. આ એ દેશોનું લિસ્ટ છે જે શાનદાર અને નવા ઈનોવેશન માટે પાતોના દેશને મજબૂત કરવામાં જોડાયા છે. આવું બીજી વખત થયું છે જ્યારે ચીનની સાથે બોર્ડર પર વિવાદની વચ્ચે ભારત સરકારે આવો નિર્ણય લીધો હોય. આ કારણ છે કે વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે કે સરકાર ધ્યાન ભટકાવવા માટે આવું કરી રહી છે. સરકારે ચીન મુદ્દે ધ્યાન આપવાની જરૂર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ban India PUBG modi government આત્મનિર્ભર ભારત એપ્સ ગેેમ ચીની એપ્સ બેન PUBG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ