પૃથ્વી શૉએ સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે, જેમાં એકમાં તેમના પિતા તેમને ક્રિકેટ કોચિંગ લઇ જઈ રહ્યા છે અને બીજીમાં તેઓ પિતાને મોંઘી કાર ગિફ્ટ કરી રહ્યા છે. જુઓ આ તસવીરો
પૃથ્વી શૉએ પિતાને આપી BMW ગિફ્ટમાં
4 વર્ષની ઉંમરમાં માતાનું મૃત્યુ થયું હતું
સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો
પૃથ્વી શૉએ પિતાને આપી BMW ગિફ્ટમાં
એક તરફ IPLની ધમાકેદાર સીઝન ચાલી રહી છે, તો બીજી બાજુ ખેલાડીઓ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોતાના ફેન્સ સાથે ઈન્ટરેકટ કરી રહ્યા છે. આ વચ્ચે રવિવારે દિલ્હી કેપિટલ્સનાં બેટ્સમેન પૃથ્વી શૉએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બે તસવીરો શેર કરી હતી, જેમાં તેમણે પોતાની આખી લાઈફને બે તસવીરોનાં માધ્યમથી બતાવી દીધી કે ક્યા પ્રકારે બાળપણમાં માં વગર તેમના પિતાએ જ તેમની સારસંભાળ કરી હતી અને હવે મોટા થઈને તેઓ પિતાનાં ઋણને ચૂકવી રહ્યા છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં હવાની જેમ વાયરલ થઇ રહી છે.
રવિવારે ઇન્સ્ટાગ્રામ પર પૃથ્વી શૉને અમુક તસવીરો શેર કરી હતી. આ તસવીરોનાં માધ્યમથી તેઓ પોતાના પિતાને શુભકામના આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે હેપી બર્થ ડે ડેડ એન્ડ માય બેસ્ટ ફ્રેન્ડ. પિતાનાં જન્મદિવસ પર પૃથ્વી શોએ જે બે તસવીરો શેર કરી છે, તેમાં પહેલી તસવીરમાં તેમના પિતા પૃથ્વીને બાઈક પર પાછળ બેસાડીને આગળ પેટ્રોલ ટેન્ક પર ક્રિકેટ બેગ રાખીને તેને ક્રિકેટ કોચિંગમાં લઇ જઈ રહ્યા છે. તો બીજી તસવીરમાં પૃથ્વી પોતાના પિતાને મોંઘી કાર ગિફ્ટ કરી રહ્યા છે. આ બંને તસવીરોમાં પૃથ્વી શૉ અને તેમના પિતાની મહેનત સ્પષ્ટ જોવા મળે છે કે ક્યા પ્રકારે માં વગર પૃથ્વી શોનાં પિતાએ પોતાના દીકરાનાં દરેક સપનાને પૂરું કર્યું અને તેને એક સફળ ક્રિકેટર બનાવ્યો.
સોશિયલ મીડિયા પર પિતા પુત્રની તસવીરો હવાની જેમ વાયરલ થઇ રહી છે અને અત્યાર સુધીમાં 1.7 લાખ કરતા વધારે લોકો આ તસવીરોને લાઈક કરી ચુક્યા છે. ફેન્સ આને પૃથ્વી શૉની મહેનત જણાવી રહ્યા છે. પૃથ્વી શોનાં ટીમમેટ રહેલા શિખર ધવન કમેન્ટ કરે છે કે ખૂબ જ સારું ભાઈ. તારા પર ગર્વ છે. એક યુઝર લખે છે કે 'હાર્ડ વર્ક....'
જણાવી દઈએ કે પૃથ્વી શૉનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. જ્યારે તેઓ ચાર વર્ષના હતા, ત્યારે તેમની માતાનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યાર બાદથી પિતા પંકજ શોએ પુત્ર માટે માં અને બાપ બંનેની જવાબદારી નિભાવી. જ્યારે પૃથ્વી માત્ર ત્રણ વર્ષનાં હતા, ત્યારે જ તેમના પિતાએ ક્રિકેટ એકેડમીમાં તેમનું એડમિશન કરાવ્યું હતું. તેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક સફળ ક્રિકેટર બને. તે પ્રેક્ટીસ કરવા માટે રોજ 2 કલાકની મુસાફરી કરીને મુંબઈમાં વિરારથી ચર્ચગેટ સુધી જતા હતા. પુત્રએ મહેનત કરીને પિતાનું સપનું પૂરું કર્યું.
આ સમયે પૃથ્વી શૉ IPL 2022માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યા છે. જોકે ખરાબ તબિયતને કારણે તેઓ હાલમાં ટીમની બહાર છે. પરંતુ આ સીઝનમાં 9 મેચમાં તેમણે 259 રન બનાવ્યા છે. પૃથ્વીની કરિયરની વાત કરીએ તો તેમણે IPLની 5 સીઝનમાં 62 મેચમાં 1564 રન બનાવ્યા છે.