બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Protest of Kisan Sangh and farmers against Gujarat government over pending demand

ગુજરાત / કિસાન સંઘ અને ખેડૂતોએ સરકાર સામે ખોલ્યો મોરચો: 11 દિવસથી વિરોધના રસ્તે, ચક્કાજામમાં પોલીસ સાથે ચકમકના દ્રશ્યો

Vishnu

Last Updated: 09:20 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે સરકારને બરાબર ભીંસમાં લેવા માટે પહેલા સરકારી કર્મચારીઓ બાદ હવે ખેડૂતો મેદાને પડ્યા છે.

  • કિસાન સંઘ અને ખેડૂતોનો ચક્કાજામ
  • સરકાર સામે વિવિધ માગને લઈને પ્રદર્શન
  • વીજળી, મહેસૂલ, રી-સર્વે સહિતના પ્રશ્નો યથાવત

રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતો સરકારથી નારાજ છે.  ત્યારે હવે સરકારનું ધ્યાન ખેંચવા માટે ખેડૂતો પોતાના ખેતર છોડી રોડ પર ચક્કાજામ કરવા મજબૂર થયા છે. આપણા રાજ્યમાં વિવિધ વર્ગમાં ધૂંધવાઈ રહેલા રોષને દર્શાવી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી આડે હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે સરકારને બરાબર ભીંસમાં લેવા માટે પહેલા સરકારી કર્મચારીઓ અને હવે ખેડૂતો મેદાને પડ્યા છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ખેડૂતો સરકારથી નારાજ છે.  ત્યારે હવે સરકારનું ધ્યાન ખેંચવા માટે ખેડૂતો ખેતર છોડી રોડ પર ચક્કાજામ કરવા મજબૂર થયા છે. 

આજે સાબરકાંઠામાં કિસાન સંઘની આગેવાની નીચે ખેડૂતોએ રોડ પર ચક્કાજામ કરી દીધો હતો.  સરકાર સામે વિવિધ માંગને લઈને તેમણે પોતાનું વિરોધ પ્રદર્શન ઉગ્ર કરતાં હાઈ-વેના બંને તરફ વાહનોની લાંબી કતાર જામી ગઈ હતી. આથી પોલીસે રસ્તો ખૂલ્લો કરાવવા માટે તજવીજ હાથ ધરવી પડી હતી.  આ દરમિયાન ખેડૂતો સાથે પોલીસની શાબ્દિક ચકમક ઝરી હતી. તો આ તરફ અરવલ્લીમાં પણ કિસાન સંઘ અને ખેડૂતોએ પોતાની પડતર માંગણીઓને લઈને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામ દરમિયાન રોડ પર અનેક  વાહનો અટવાઈ ગયા હતા. આથી પોલીસ આવીને મામલો થાળે પાડવો પડ્યો હતો. આ દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. 

ખેડૂતોના ધરણામાંથી ગાંધીનગર પણ બાકાત રહ્યું નહોતું.  જો કે, ગાંધીનગરમાં કિસાન સંઘના ધરણા છેલ્લાં 11 દિવસથી ચાલે છે. જ્યાં ગુજરાતના 15 જિલ્લાના ખેડૂતો ગાંધીનગર છેલ્લાં 11 દિવસથી ધામા નાખીને બેઠા છે. જેઓ વીજળી, મહેસૂલ, રી-સર્વે, ટેકાના ભાવ, તેમજ પાણીના પ્રશ્નો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.  ત્યારે હવે જોવાનું એ રહેશે કે, ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન ક્યારે આવે છે. 

ખેડૂતોના વિવિધ પ્રશ્નો

  • 1.    મીટર – હોર્સ પાવર સમાન વીજદર કરવો
  • 2.    મીટર આધારીત બોરવેલનું વીજ બીલ દર બે મહીને બીલીગ કરવું
  • 3.    બાકી રહેતા મીટર ટેરીફમાં ફિક્સ ચાર્જમાં રાહત આપવી
  • 4.    સ્વૈચ્છીકલોડ વધારાની સ્કીમલાવવાથી ખેડૂતો તેમજ વીજ કંપની ને ફાયદો થશે
  • 5.    બોરવેલ પર જો વીજ મીટર બળી જાયતો તેની જવાબદારી વીજ કંપનીની રહેશે
  • 6.    કિસાન સૂર્યોદય યોજના સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અમલ કરવો
  • 7.    સ્કાય યોજના ફરીથી લાગુ કરવી જેથી ખેડૂતોની આવક થશે અને સરકારની સરાહના થશે
  • 8.    પશુપાલકોના તાબેલા પર  વીજ કનેક્શન કોમર્શીયલ ભાવ ન ગણાતા રાહત દરે વીજળી આપવી
  • 9.    ચાલુ ખેતીવાડીના વીજ કનેક્શનમાં સિક્યોરીટી ડીપોઝીટ જમા હોવા છતાં નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના વારસદાર ખેડૂતોને મીનીમમ રૂપિયા ૩૦૦ ચાર્જ લઇ વીજ કનેક્શન માં નામ બદલી આપવું
  • 10.    દેવભૂમિ દ્વારકા – સાતલાણા 66 કે.વી સબસ્ટેશન તાત્કાલિક ચાલુ કરવું 
  • 11.    ખેતીવાડીમાં ૬૫૭ પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધારો કરેલ છે જે 100 કિલો વોટથી ઉપર છે તેવા ખેડૂતોને 200 નું ટીસી ખેતીવાડી ભાવે મંજુર કરવું
  • 12.     ખેડૂતોએ વીજ કનેક્શન માટે પૈસા ભરી દીધા હોવા છતાં વીજ કનેક્શન માટેના મટીરીયલની શોર્ટેજ ના કારણે કનેક્શન મળવામાં વિલંબ થાય છે જેમાં ઝડપ લાવવી
  • 13.    સમગ્ર ગુજરાતમાં જ્યાં બાગાયત વાવેતર છે તેવા ખેતીવાડી વિસ્તારમાં કેબલ લાઈન નાખવી
  • 14.    પશુપાલકોને દુધમાં લીટરે 2-00 રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં આપવી
  • 15.    ટ્રેક્ટર અને ટ્રોલીને બળદ દાદાની માન્યતા આપી ટેક્ષ દુર કરવો
  • 16.    રાજ્યમાં ખાનગી કૃષિ યુનિવર્સીટીને માન્યતા આપવી નહી
  • 17.    સને ૨૦૧૯-20 નો મજુર થયેલ પાક વીમો સત્વરે ચૂકવી ખેડૂતોને ન્યાય આપવો
  • 18.    ડ્રીપ ઈરીગેશન સિસ્ટમમાં GST નાબુદ કરવી અને 90 ટકા સહાય આપવી
  • 19.     લામ્પી વાઇરસ માટેની રસીકરણ ઝુંબેશ તેજ કરવી અને મૃત પશુના કેસમાં પશુપાલકોને સહાય આપવી
  • 20.    MSPથી ડાંગરની કરીડી કરવી અને ખેડૂત દીઠ ખરીદીમાં વધારો કરવો
  • 21.    જમીન રિ સર્વે રદ કરવો અથવા ખેડૂતોના જમીન માપણીના વિવાદ ઝડપથી ઉકેલ લાવવો
  • 22.    જમીનના અરસ પરસમાં થતા વ્યવહારમાં આડી લીટીના વારસદારોને જંત્રી ભરવામાંથી મુક્તિ આપવી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ