priety zinta become mother of twins at the age of 46
બધાઇ /
46ની ઉંમરમાં જોડકા બાળકોની માતા બની બોલીવૂડ એક્ટ્રેસ પ્રિટી ઝીન્ટા, જુઓ શું રાખ્યું નામ
Team VTV11:45 AM, 18 Nov 21
| Updated: 11:51 AM, 18 Nov 21
બોલીવૂડ એક્ટ્રેસ પ્રીટી ઝીન્ટા 46 વર્ષની ઉંમરમાં ટ્વિન્સની માતા બની છે. પોતાના જીવનની આ હેપ્પી મોમેન્ટ તેણે સોશ્યલ મીડિયા થ્રુ બધા સાથે શૅર કરી છે.
પ્રિટી ઝીન્ટા બની 46ની ઉંમરમાં માતા
જોડકા બાળકોની માતા બની એક્ટ્રેસ
સોશ્યલ મીડિયા પર નામ કર્યા જાહેર
પ્રિટી બની માતા
પ્રિટી ઝીન્ટા બોલીવૂડની એક પ્રખ્યાત અભિનેત્રી છે અને હવે તે જોડિયા બાળકોની માતા બની ગઇ છે. પોતાના પતિ સાથે તેણે એક તસવીર પોસ્ટ કરી છે અને બંને બાળકોના નામ પણ જણાવ્યા છે. તેના બાળકોના નામ જય અને જિયા રાખવામાં આવ્યા છે.
પ્રિટીએ લખી પોસ્ટ
પ્રિટી ઝીન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને કહ્યું કે, બધાને નમસ્કાર, હું આજે તમારી સાથે અમારા અદ્ભુત સમાચાર શૅર કરવા માંગુ છું. જીન અને હું ખૂબ જ ખુશ છીએ અને અમારા હૃદય એટલા પ્રેમથી ભરાઈ ગયા છે કારણ કે અમારા પરિવારમાં ટ્વિન્સ Jai Zinta Goodenough & Gia Zinta Goodenoughનું સ્વાગત કરીએ છીએ. અમારા જીવનના આ નવા તબક્કાને લઇને ખૂબ જ ઉત્સાહિત છીએ. આ ખુશી અમને અપાવનાર લોકો ડૉક્ટરો, નર્સો અને અમારા સરોગેટનો હૃદયપૂર્વક આભાર.