Team VTV03:51 PM, 20 Mar 23
| Updated: 03:54 PM, 20 Mar 23
ભારતમાં મધ્યમવર્ગના પરિવારના યુવાઓમાં પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેના માટે તેઓ સંગીત, નૃત્ય અને ફિલ્મ જેવા સેટ સાથે ડિઝાઇન અને કોરિયોગ્રાફ કરીને વીડિયો બનાવે છે.
ગુજરાતમા લગ્નસરાની સિઝમા 5 કરોડથી વધુનુ ટર્નઓવર
કપલનો ક્રેઝ,એક સરખા પહેરવેશ,ફિલ્મી ડાન્સ
અમરેલીના પોલીસ કપલના ફોટોશૂટમાં ભારતીય પરંપરા ઝળકી
લગ્નની સિઝન આવે કે કોઇના લગ્ન હોય તો જેટલી તૈયારી પરિવાર અને કપલ કરતા હોય એટલી જ તૈયારી હવે પ્રી-વેડિંગ શૂટ અને વિડીયોમાં આપે છે, આજની જનરેશ હવે લગ્ન જેટલુ જ મહત્વ પ્રી-વેડિંગ શૂટને આપતી થઇ છે. લગ્નમાં હજુ બે જગ્યાએ લોકો કરકસર કરશે પણ અચુક પ્રી-વેડિંગ શૂટ ફોટો કરાવશે. લગ્ન સમયે પહેલા માત્ર ફોટોગ્રાફરનુ બજેટ નક્કી થતુ હતુ. ધીમે ધીમે વીડિયો આવ્યા હવે તો રિતસર પ્રી-વેડિંગ શૂટનુ બજેટ નક્કી કરવામા આવે છે. ભારતની વાત કરીએ તો એક અંદાજ ભારતમા પ્રી-વેડિંગ શૂટમાં કરોડો રુપીયા સુધીનુ માર્કેટ પહોચી ગયુ છે અને ગુજરાતની વાત કરીએ તો માત્ર લગ્નની સિઝન એટલે કે વર્ષના એવા બેથી અઢી મહિના જેમા લગ્નના વધુ મૂહુર્ત આવતા હોય આટલા સમય ગાળામા ગુજરાતમાં 5 કરોડથી વધુનુ ટર્નઓવર થઇ જાય છે. જેમા લોકો અલગ અલગ સ્થળ અને થીમ પર જઇને ફોટો પ્રી-વેડિંગ શૂટ કરાવતા થયા છે અને ફોટોગ્રાફરો પણ પ્રિવેડીંગ સ્પે.પેકેજ રાખતા થયા છે. જેમા એક લગ્ન થઇ જાય ત્યાં સુધીનો ભાવ રાખવામાં આવે છે.
નયન અને ધારા
યુવાઓમાં પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે
ભારતમાં મધ્યમવર્ગના પરિવારના યુવાઓમાં પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના માટે તેઓ સંગીત, નૃત્ય અને ફિલ્મ જેવા સેટ સાથે ડિઝાઇન અને કોરિયોગ્રાફ કરીને વીડિયો બનાવે છે. દેશમાં લગ્ન ઉદ્યોગ વિશાળ છે, ખર્ચાળ વીડિયો બનાવવાના ઝનૂનને કારણે પ્રી-વેડિંગ શૂટિંગનું આ માર્કેટ હવે કરોડો સુધી પહોંચી ગયું છે. ભારતીય લગ્નના નવા ટ્રેન્ડના રૂપમાં પ્રી-વેડિંગ વીડિયો બનાવાય છે. જેમાં અનેક રિવાજો, ભવ્ય શણગાર, હીરાનાં આભૂષણો, નૃત્ય અને લંચ-ડિનરના વીડિયો બનાવાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે. વીડિયોમાં રોમાન્સ દેખાડાય છે અને કોરિયોગ્રાફીમાં પણ મોટા પાયે ખર્ચ કરાય છે.
નયન અને ધારા
ગુજરાતમા લગ્નસરાની સિઝમા 5 કરોડથી વધુનુ ટર્નઓવર
રાજકોટમા પ્રી-વેડિંગ શૂટકરતા પ્રકાશ કોટેચાએ જણાવ્યું હતુ કે, કોરોના પછી પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ ખુબજ વધી ગયો છે લગ્ન જેટલુ જ મહત્વ હવે પ્રી-વેડિંગ શૂટ આજની જનરેશ આપે છે. અને લગનના બજેટ જેટલોજ ખર્ચ પ્રી-વેડિંગ શૂટમા લોકો કરતા થયા છે. પ્રી-વેડિંગ શૂટપણ ફિલ્મ જેવા નાના સેટ ઉભા કરે છે લોકો અલગ અલગ થીમ પર શુટ કરાવે છે. જેમકે, ગામઠી સ્ટાઇલ, જંગલમા પહાડ પર નદી ઝરણા દરિયા કિનારે શુટ કરવામા આવે છે. પ્રી-વેડિંગ શૂટલોકો 25 હજારથી બે લાખ સુધીનો ખર્ચ કરતા હોય છે. ગુજરાતની જ વાત કરી તો ચોક્કસ આંકડો કહેવો મુશ્કેલ છે પણ અંદાજ લગાવી તો લગ્નસરાની સિઝના ત્રણ મહિનામા આ શુટ પાછળ 5 કરોડથી વધુનો ખર્ચ થતો હશે જેમા અલગ અલગ ડિઝાનના કપડાથી લઇ ડ્રોન કેમેરા સુધીની પેકેજ સિસ્ટમ આવી ગઇ છે.
નયન અને ધારા
'હાલ વેસ્ટર્ન સ્ટાઇલનુ ચલણ વધારે'
અમદાવાદમા પ્રી-વેડિંગ શૂટ કરતા પવન આહુજાએ વીટીવી સાથેની વાતચીતમા જણાવ્યું હતુ કે, કોરોના બાદ ક્રેઝ વધ્યો છે. આમ જોઇ તો સોશિયલ મીડિયાના લીધે આ ક્રેઝ વધી ગયો છે અને આજની જનરેશ પ્રમાણે લોકો પોતાની મેમરી માટે આ રીતનુ પ્રી-વેડિંગ શૂટ કરાવતા હોય છે અને થોડુ જોઇએ તો દેખા દેખી પણ કારણભૂત છે. આજની પેઢી પોતાના પ્રી-વેડિંગ શૂટકરી યુટ્યૂબ, ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયામા પોતાનુ પ્રી-વેડિંગ શૂટપણ વાઇરલ કરતા હોય છે. હાલ વેસ્ટર્ન સ્ટાઇલનુ ચલણ વધારે છે. તેમણે કહ્યું કે, રૂતિકા અને અભિનવ નામના યુગલે હમણા જ વેસ્ટર્ન સ્ટાઇલમાં પ્રી-વેડિંગ શૂટ કરાવ્યું છે. વર્તમાનમાં લાયસન્સ ફ્રી સોંગમા પણ પ્રી-વેડિંગ શૂટ કરાવે છે જેમા સોંગ પણ મહત્વની ભૂમિકા ભજવે છે અને કપલ સોંગ સિલકેશન પણ કરતા થયા છે એ મુજબ પ્રી-વેડિંગ શૂટ કરવાતા થયા છે. જેમા પંદર હજારથી બે લાખ સુધીનો ખર્ચ કરી નાખતા અચકાતા નથી.
રૂતિકા અને અભિનવ
પોલીસ કપલના ફોટોશૂટમાં ભારતીય પરંપરા ઝળકી
અમરેલીના પોલીસમાં ફરજ બજવતાં યુવક-યુવતી લગ્ન ગ્રંથિથી જોડાઇ ગયા છે, તેમણે એવુ ફોટોશૂટ કરાવ્યું જેમાં ભારતીય પરંપરા ઝળકી આવી. આ યુગલે ગામડાની સ્ટાઈલમાં યુનિક ફોટોશૂટ કરાવ્યું છે. નયનકુમાર સાવલીયા અમરેલી સાયબર ક્રાઈમ પોલીસમાં ફરજ બજાવે છે. તેમની સાથે અમરેલી હેડક્વાર્ટરમાં તેમના પત્ની ધારા પણ પોલીસ કર્મચારી હતા. સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં આ બંને પોલીસ કર્મચારીઓ છવાયા છે અને પોલીસ બેડામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પરંતુ તેમનુ પ્રિવેડિંગ ફોટોશૂટ પણ ચર્ચામાં આવ્યું હતા.
નયન અને ધારા
યુનિક આઈડિયા હોય તો રૂપિયા પણ ખર્ચવાની જરૂર નથી
પ્રિ-વેડિંગ ફોટોશૂટ એટલે રૂપિયાનો ધુમાડો. તેમાં પણ ડેસ્ટિનેશન ફોટોશૂટ હોય તો ખર્ચો લાખોમાં જતો રહે છે. પરંતુ જો યુનિક આઈડિયા હોય તો રૂપિયા પણ ખર્ચવાની જરૂર નથી. અમરેલીના એક કપલે વેસ્ટર્નના વૈભવશાળી કલ્ચરને દૂર રાખીને દેશી આઈડિયા અપનાવ્યો. તેઓએ અદ્દલ ગામઠી સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું હતા નયનભાઇએ જણાવ્યું હતુ કે, ગામડાની પરંપરા જીવંત રહે અને આવનારી પેઢી ભૂલી ન જાય એટલે અમે ગામઠી થીમ પર શૂટ કરાવ્યું હતુ.