બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / post office scheme invest only 95 rupees daily and earn 14 lakh rupees check details here

રોકાણ / Post Officeની આ સ્કીમમાં જમા કરો ફક્ત 95 રૂપિયા અને મેળવો 14 લાખની મોટી રકમ, જાણી લો પ્લાન

Bhushita

Last Updated: 09:06 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોસ્ટ ઓફિસ સ્કીમ ગ્રામ સુમંગલ ગ્રામીણ પોસ્ટ જીવન વીમા(Gram Sumangal Rural Postal Life Insurance) પોલિસી એ લોકો માટે ફાયદો કરે છે જેમને સમયાંતરે રૂપિયાની જરૂર રહે છે. અહીં 95 રૂપિયાના રોકાણે 14 લાખ રૂપિયા મળે છે.

  • Post Officeની આ સ્કીમમાં કરો રોકાણ
  • 95 રૂપિયાના રોકાણે મળે છે 14 લાખ રૂપિયાનું રિટર્ન
  • જાણો શું છે પ્લાન અને કેવી રીતે કરશો રોકાણ
     

જો તમે પણ નાની કમાણીની મદદથી મોટી રકમ મેળવવા ઈચ્છો છો તો પોસ્ટ ઓફિસ તમને આ અવસર આપી રહી છે. આ સ્કીમમાં તમે રોજના 95 રૂપિયા રોકીને 14 લાખ રૂપિયા કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે અનેક પ્રકારની સ્કીમ લાવતું રહે છે જેની મદદથી તમે મોટું ફંડ જમા કરી શકો છો. આ સ્કીમનું નામ છે Gram Sumangal Rural Postal Life Insurance. આ પોલીસી એ લોકો માટે ઉપયોગી છે જેમને સમયાંતરે રૂપિયાની જરૂર રહે છે. તો જાણો સ્કીમ વિશે વિગતે.


 
જાણો શું છે પોસ્ટ ઓફિસનો પ્લાન
પોસ્ટ ઓફિસનો આ એન્ડોમેંટ પ્લાન છે. તેમાં મની બેકની સાથે સાથે મેચ્યોરિટી પર એકસાથે રૂપિયા આપવામાં આવે છે. ગ્રામીણ પોસ્ટલ લાઈફ ઈન્શ્યોરન્સ સ્કીમની શરૂઆત ભારત સરકારે 1995માં કરી હતી. તેના આધારે ગ્રામ સુમંગલ સ્કીમ પણ આવે છે. તેના આધારે 5 અન્ય વીમા સ્કીમ પણ ઓફર કરાઈ છે. 

Gram Sumangal Rural Postal Life Insurance સ્કીમ 15-20 વર્ષ માટેની છે. તેમાં મેચ્યોરિટી પહેલા 3 વાર મની બેક મળે છે. આ યોજના વધારેમાં વધારે 10 લાખ રૂપિયાની રકમ આપે છે. જો તોઈ વ્યક્તિ પોલીસીની પરિપક્વતા બાદ પણ જીવિત રહે છે તો તેને પણ ધન વાપસીનો લાભ મળે છે. કોઈ વ્યક્તિનું નિધન થાય છે તો પોલીસી હોલ્સની બીમિત રાશિની સાથે બોનસની રકમ પણ અપાય છે.  
 

કેવી રીતે મળશે તેનો લાભ

  • આ સ્કીમનો લાભ કોઈ પણ ભારતીય નાગરિક લઈ શકે છે. 
  • આ પોલીસીના માટે ન્યૂનતમ ઉંમર 19 વર્ષની છે. આ સાથે 45 વર્ષ સુધીની કોઈ પણ વ્યક્તિ આ પોલીસી લઈ શકે છે. 
  • પોલીસી 15-20 વર્ષ માટે લઈ શકાય છે.
  • 20 વર્ષ માટે પોલીસી લેવાની વધારેમાં વધારે ઉંમર 40 વર્ષથી વધારેની નક્કી કરાઈ છે. 
  • તેમાં વધારેમાં વધારે 20 લાખ રૂપિયાનું સમ એશ્યોર્ડ મળે છે. 
     

આ રીતે મળી જશે 14 લાખ રૂપિયાની રકમ
માની લો કે કોઈ વ્યક્તિ 25 વર્ષના છે અને 7 વર્ષ સમ એશ્યોર્ડની સાથે એક પોલીસી ખરીદે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ 32735 રૂપિયા આવશે. 6 માસિક પ્રીમિયમ 16,715  રૂપિયા અને 3 માસિક પ્રીમિયમ 8449 રૂપિયા આવશે. એટલે કે લગભગ 95 રૂપિયા રોજના પ્રીમિયમમાં આપવાના રહેશે. આ પોલીસી 20 વર્ષ માટે હશે. જેમમાં 8, 12, 16મા વર્ષે તમને 20-20 ટકાના આધારે 1.4 લાખ રૂપિયા મની બેકમાં 3 વાર મળશે. બાકીની રકમ પોલીસી ખતમ થતી સમયે મેચ્યોરિટીમાં મળશે. 

આ રીતે મળે છે બોનસ
બોનસની વાત કરીએ તો આ સ્કીમમાં દર હજારે દર વર્ષે 48 રૂપિયાનું બોનસ મળે છે. 7 લાખના સમ એશ્યોર્ડનું બોનસ એક વર્ષમાં 33600 રૂપિયા થીય છે. 20 વર્ષ માટેની આ બોનસની રકમ 6.72 લાખ રૂપિયાની થશે. 20 વર્ષે તમને બાકીના 2.8 લાખ રૂપિયા પણ મળશે. કુલ રૂપિયાને જોડી લેવામાં આવે તો 20 વર્ષે તમને કુલ 19.72 લાખ રૂપિયા મળે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Gram Sumangal Rural Postal Life Insurance Investment Post Office Scheme Return પોસ્ટ ઓફિસ રૂપિયા રોકાણ સ્કીમ Post Office Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ