Porbandar's AUDIO goes viral before local body elections
ચૂંટણી /
દારૂના જોરે મતદાનનો નશોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોરબંદરનો AUDIO થયો વાયરલ
Team VTV07:03 PM, 27 Feb 21
| Updated: 07:11 PM, 27 Feb 21
પોરબંદરના જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પહેલા વાઈરલ ઓડિયો ક્લિપમાં દારૂ પીવડાવવા માટે થઈ રહી છે વાતચીત
ગુજરાતમાં દારુબંધી છે?
શું દારૂથી જીતાય છે ચૂંટણી?
VTV નથી કરતું ઓડિયોક્લીપની પુષ્ટી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. મતદાનના એક દિવસ પહેલા એક ઓડિયો ક્લીપ થઈ વાયરલ થઈ છે. જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદારો કરશે પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. તે પહેલા એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ઓડિયો પોરબંદર જિલ્લાનો હોવાની પ્રાથમિક માહિતી છે.
ઓડિયોમાં કોઈ ભીખાભાઈ અને એક કાર્યકર વચ્ચે વાતચીત થઈ રહી છે. ભીખાભાઈ કહે છે કે, મારી પાસે કંઈ આવ્યું નથી. જેના જવાબમાં કાર્યકરે કહ્યું કે, તો હું મારી રીતે કરાવી દઉં છું. પરંતુ તેના જવાબમાં ભીખાભાઈએ જવાબ આપ્યો કે, 1000 કે 1500 રૂપિયા સુધી જ ખર્ચ કરજે. અને મારી પાસેથી પૈસા લઈ લેજે. જો કે, કાર્યકરે કહ્યું કે, મારે તમારી પાસેથી પૈસા લેવા નથી.
સળગતા સવાલો
શું નેતાઓ પ્રજાને ખરીદી મત મેળવે છે?
શું નેતાઓ પ્રજાને દારૂથી ખરીદી રહ્યા છે?
દારૂની રેલમછેલ કરી ચૂંટણી જીતાશે?
દારૂ આપી જીતેલા નેતાઓ પ્રજાની સેવા કરશે ખરા?
પ્રજા પણ દારૂમાં વેચાઈ જાય છે?
ગાંધીના ગુજરાતમાં આ બધુ શોભી રહ્યું છે?
ચૂંટણી કમિશન આવા નેતાઓ સામે કેમ નથી કરતું કાર્યવાહી?
શું નેતાઓની સભામાં ઉમટતી ભીડ દારૂ માટે આવી હોય છે?
કેમ પોલીસ અને વહીવટી તંત્ર બની ગયું છે મુકદર્શક?
પ્રજા સ્વયંભૂ દારુ વેચતા નેતાઓનો બોયકોટ ન કરી શકે?
પ્રજા પોતે જ પોતાને ખરીદવા આવતા નેતાઓને પાઠ ન ભણાવી શકે?