બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Poonam Pandey Death Rumors and Cervical Cancer, Eye-opening Intent to Raise Awareness

મહામંથન / પૂનમ પાંડે..મોતની અફવા અને સર્વાઈકલ કેન્સર, જાગૃતિના ઈરાદાને ઉઘાડી આંખે જુઓ

Dinesh

Last Updated: 08:23 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: સર્વાઈકલ કેન્સરથી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર વહેતા મુકવામાં આવ્યા અને ચારેબાજુ સર્વાઈકલ કેન્સરની ચર્ચા શરૂ થઈ ગઈ. હવે ખુલ્લી આંખે જે જાગૃતિ આપણે સૌએ લાવવાની છે

  • જાગૃતિના ઈરાદાને ઉઘાડી આંખે જુઓ
  • સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટે પૂનમ પાંડેનો પ્રયાસ
  • પૂનમ પાંડેએ પોતાના મોતની અફવા ફેલાવી

અનાયાસે કોઈ સારી વસ્તુ બને તેના માટે અંગ્રેજીમાં શબ્દ છે બ્લેસિંગ ઈન ડિસગાઈસ. સરકારે વચગાળાના બજેટમાં સર્વાઈકલ કેન્સર માટે નિશુલ્ક રસીકરણની વાત કરી ત્યારથી મોટેભાગે ખૂણામા ધકેલાયેલા વિષય અંગે આછી-પાતળી ચર્ચા શરૂ થઈ પણ આ વિષય અચાનક જ લાઈમલાઈટમાં લાવી દેનાર વ્યક્તિ એટલે મોટેભાગે વિવાદોમાં રહેતી મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડે. સર્વાઈકલ કેન્સરથી પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર વહેતા મુકવામાં આવ્યા અને ચારેબાજુ સર્વાઈકલ કેન્સરની ચર્ચા શરૂ થઈ ગઈ. હવે ખુલ્લી આંખે જે જાગૃતિ આપણે સૌએ લાવવાની છે તેની વાત અહીંથી જ શરૂ થાય છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તે તો સર્વાઈકલ કેન્સર સામે હજુ જીવીત છે પણ બીજી કેટલીય મહિલાઓ છે જે સર્વાઈકલ કેન્સર સામેનો જંગ હારી જાય છે. સર્વાઈકલ કેન્સરને મહિલાઓ માટે સાયલન્ટ કિલર પણ ગણવામાં આવે છે. એક સ્ત્રી અને તેની પાછળ તેનો આખો પરિવાર આ સમય દરમિયાન શું સંઘર્ષ કરે છે તેનું વર્ણન અહીં અસ્થાને છે પણ વચગાળાના બજેટમાં સરકારે જે પહેલ કરી તે આવનારા દિવસોમાં દીર્ઘકાલીન પ્રયત્ન સાબિત થાય તેવી આશા રાખવી રહી. સર્વાઈકલ કેન્સરની ભારતમાં શું સ્થિતિ છે. પૂનમ પાંડેએ કદાચ જો પોતાના મૃત્યુની અફવાનો સ્ટંટ ન કર્યો હોત તો આપણે એ પહેલા સર્વાઈકલ કેન્સર વિશે શું જાણતા હતા અથવા તો કેટલા જાગૃત હતા અને હવે શું જરૂરિયાત છે 

સર્વાઈકલ કેન્સર સામે રસીકરણ
સર્વાઈકલ કેન્સર અંગે વ્યાપક ચર્ચાની શરૂઆત થઈ છે, પૂનમ પાંડેના વાયરલ વીડિયો બાદ સર્વાઈકલ કેન્સરનો મુદ્દો ચર્ચામાં છે. સરકારે બજેટમાં પણ સર્વાઈકલ કેન્સર સામે રસીકરણની વાત કરી છે. સર્વાઈકલ કેન્સર મહિલાઓ માટે જોખમી છે, સર્વાઈકલ કેન્સર મહિલાઓ માટે સાયલન્ટ કિલર સમાન છે. 

સર્વાઈકલ કેન્સર શું છે?
ગર્ભાશયની નીચેના ભાગે ગાંઠ થતી હોય છે. ગર્ભાશયના નીચેના ભાગથી ગાંઠ શરૂ થઈ યોનિમાર્ગ સુધી ફેલાય છે. હ્યુમન પેપિલોમા વાયરસ એટલે કે HPVના ચેપથી સર્વાઈકલ કેન્સર થઈ શકે છે

ભારતમાં સર્વાઈકલ કેન્સરના આંકડા
15 વર્ષ કે તેથી વધુ ઉમરની 51 કરોડ દીકરીઓને સર્વાઈકલ કેન્સરનું જોખમ છે. દર વર્ષે દેશમાં 1 લાખ 23 હજાર 907 મહિલાઓને સર્વાઈકલ કેન્સર થાય છે. દેશમાં પ્રતિ વર્ષ 77 હજાર 348 મહિલા સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ પામે છે. ભારતમાં મહિલાઓને થતા કેન્સરમાં 29% કેસ સર્વાઈકલ કેન્સરના કેસ હોય છે. 

વાંચવા જેવું: ટ્રેનિંગ પૂર્ણ થતાં બિનહથિયારી 31 PIને અપાઈ નિમણૂક, 4 શહેરોમાં થયું પોસ્ટિંગ, જુઓ લિસ્ટ

સર્વાઈકલ કેન્સરના લક્ષણ
યોનીમાર્ગમાંથી પાણી જેવો સ્ત્રાવ
યોનીમાર્ગમાંથી રક્તસ્ત્રાવ
માસિકચક્ર વચ્ચે રક્તસ્ત્રાવ
રજોનિવૃતિ પછી પણ યોનીમાર્ગમાંથી રક્તસ્ત્રાવ
સામાન્ય કરતા વધુ રક્તસ્ત્રાવ
માસિકચક્ર વગર પણ પીઠનો દુખાવો
મૂત્રવિસર્જન સમયે દુખાવો
સતત થાક અને નબળાઈ
પીઠના નીચેના ભાગે દુખાવો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ