બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Politics started on the issue of Morbi tragedy Congress BJP

નિવેદન / મોરબી દુર્ઘટના મામલે રાજનીતિ શરુ, કોંગ્રેસે કહ્યું, આટલા રૂપિયાનો ખર્ચ છતાં પુલ કેવી રીતે તૂટી શકે

Kishor

Last Updated: 10:51 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં પૂલ તૂટવાની દુર્ઘટના મામલે રાજનીતિ શરુ થઇ હોય તેમ કોંગ્રસ-ભાજપ સહિત રાજકીય આગેવાનોના નિવેદન સામે આવ્યા છે.

  • બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી: હર્ષ સંઘવી
  • હું ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરું છું : શક્તિસિંહ ગોહિલ
  • મચ્છુ હોનારત બાદ આ બીજી મોટી દુર્ઘટના છેઃ મેરજા

મોરબીમાં પૂલ તૂટવાની દુર્ઘટના બની છે. જેથી પૂલ પરના આશરે 400થી 500 જણા પાણીમાં ખાબક્યા હતા. આ હોનારતમાં અત્યાર સુધી 91 લોકોના મોતની પૃષ્ટી થઈ છે. મંત્રીઓ પણ આ હોનારતને પગલે મોરબી દોડી આવ્યા હતા.જ્યાં નેતાઑએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. જે નેતાઑના નિવેદન સામે આવ્યા છે.


તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઇ: હર્ષ સંઘવી
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને અમદાવાદથી મોરબી જવા રવાના થઈ ગયા છે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા તંત્ર દ્વારા બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે. રાજ્યના તમામ વિભાગો સહયોગ કરી રહ્યા છે. આ ઘટનાના 15 મિનિટમાં જ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું અને મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 

મચ્છુ હોનારત બાદ આ બીજી મોટી દુર્ઘટના : મંત્રી બ્રિજેશ મેરજા
બીજી બાજુ કેબિનેટ મંત્રી બ્રિજેશ મેરજાએ પણ આ દુર્ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે મોરબીની મચ્છુ હોનારત બાદ આ બીજી મોટી દુર્ઘટના છે. આ મામલે પીએમ મોદીએ પણ મારી સાથે વાત કરી અને જરૂરી સૂચનો જારી કર્યા છે. વધુમાં હાલ તંત્ર દ્વારા તાબડતોબ બચાવકાર્ય ચાલી રહ્યું હોવાનું મંત્રી મેરજાએ ઉમેર્યું હતું.


સત્વરે રાહત કામગીરી હાથ ધરાઈ:ઋષિકેશ પટેલ
વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનાને પગલે ટ્વિટ કરીને દુ: ખ વ્યક્ત કર્યુ છે. તેઑ તાત્કાલિક મોરબી જવા રવાના થયા છે. અસરગ્રસ્તોને બચાવવા સત્વરે રાહત કામગીરી હાથ ધરાઈ હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

 

હું ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરું છું :શક્તિસિંહ ગોહિલ
મોરબી દુર્ઘટનાને લઇ સાંસદ શક્તિસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ઉમેર્યું કે હું ઘટનાને લઇ દુઃખ વ્યક્ત કરું છું. પુલ પાછળ મોટી રકમનો ખર્ચ કરવામાં આવ્યો અને હજુ 5 દિવસ પહેલા જ પુલ ખુલ્લો મૂકાયો છે તો આટલા રૂપિયાનો ખર્ચ કરવા છતાં પુલ કેવી રીતે તૂટી શકે. તેમ ઉમેર્યું હતુ.

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 91 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ 
 CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી જવા રવાના 
 PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી પરિસ્થિતિની કરી સમીક્ષા 
 ગૃહમંત્રી અમિત શાહે પણ સંઘવી સાથે ટેલિફોનિક વાતચીત કરી 
 તાબડતોબ રેસ્ક્યૂ માટે તંત્રને અપાયા આદેશ, NDRF-SDRFની ટીમો ઘટનાસ્થળે 
 મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત 
તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
 મુખ્યમંત્રીએ તાત્કાલિક 5 સદસ્યોની કમિટીનું ગઠન કરી તપાસના આપ્યા આદેશ

તંત્રએ દુર્ઘટનામાં   ફસાયા હોય કે ગુમ થયા હોય તેમના પરિવારજનોને કરી અપીલ
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ  થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ