આજે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં દિલ્હી સહિત 7 રાજ્યોની 59 બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં દિલ્હીની 7, બિહારની 8 અને હરિયાણાની 10 બેઠક પર મતદાન છે. તો ઝારખંડની 4 અને મધ્યપ્રદેશની 8 બેઠક પર તેમજ પશ્ચિમબંગાળની 8 અને યુપીની 14 બેઠક પર મતદાન થઇ રહ્યું છે. ત્યારે કેટલાક દિગ્ગજોએ પણ મતદાન કર્યું છે.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે એનપી સિનિયર સેકેન્ડરી સ્કુલમાં મતદાન કર્યું.
Congress President Rahul Gandhi after casting his vote: The election was fought on key issues including demonetization, farmer problems, Gabbar Singh Tax and corruption in #Rafale. Narendra Modi used hatred in the campaign and we used love and I am confident love will win pic.twitter.com/gE1BgvQzPc
દિલ્હીની ભાજપ અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીથી ઉમેદવાર મનોજ તિવારી યમુના વિહારના મતદાન મથક 60 પર મતદાન કર્યું. તેમના વિરૂદ્ધ કોંગ્રેસના શીલા દીક્ષિત અને આપના દિલીપ પાંડેય મેદાને છે.
Delhi BJP Chief & party's candidate from North-East Delhi Manoj Tiwari casts his vote at polling booth number 60 in Yamuna Vihar. He is up against Congress's Sheila Dikshit and AAP's Dilip Pandey. #LokSabhaElections2019#Phase6pic.twitter.com/4NWJ8ZO24e
President Kovind voted this morning at the polling station in the Dr Rajendra Prasad Sarvodaya Vidyalaya, within the Rashtrapati Bhavan complex pic.twitter.com/Rn6xj38ovE
— President of India (@rashtrapatibhvn) May 12, 2019
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શીલા દિક્ષિતે મતદાન કેન્દ્ર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. શીલા દિક્ષિતે ઉત્તર પૂર્વ દિલ્લી બેઠક પરથી પોતાનું મતદાન કર્યું છે. તો શીલા દિક્ષિતે લોકોને વધુમાં વધુ વોટિંગ માટે અપીલ પણ કરી.
પત્ની નતાશા સાથે ગંભીરે પૂર્વ દિલ્હીમાં કર્યુ વોટિંગ
પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે પોતાના મતદાન ક્ષેત્રમાં જઈને વોટિંગ કર્યુ હતું. ગૌતમ ગંભીર પોતાની પત્ની નતાશા જૈન સાથે પૂર્વ દિલ્હી મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. અહીં પહોંચીને તેઓ લાઈનમાં ઉભા રહ્યા અને બાદમાં પત્ની નતાશા સાથે વોટિંગ કર્યું હતું. જ્યારે ગૌતમ ગંભીર વોટિંગ કરીને મતદાન કેન્દ્રની બહાર આવ્યા ત્યારે લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પણ પડાપડી કરી હતી. લોકોએ ગંભીર સાથે અનેક સેલ્ફી લીધી હતી. પણ ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતુ. તેઓએ લોકોને વધુમાં વધુ વોટિંગ માટે અપીલ કરી હતી.
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 12, 2019
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કર્યુ મતદાન
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિરાટ કોહલીએ હરિયાણાની ગુરૂગ્રામ બેઠક પરથી પોતાનું મતદાન કર્યું હતું. તો વિરાટ કોહલી મતદાન મથકે પહોંચ્યા અને વોટિંગ કરીને મતદાન કેન્દ્ર બહાર આવ્યા ત્યારે લોકોએ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલીએ લોકોને વધુમાં વધુ વોટિંગ માટે પણ અપીલ કરી હતી.
Haryana: Team India Captain Virat Kohli after casting his vote at a polling booth in Pinecrest School in Gurugram pic.twitter.com/z3vzJvxWSp
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે કર્યુ મતદાન
ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મધ્યપ્રદેશની ભોપાલ લોકસભી સીટ પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાધ્વી પ્રજ્ઞાસિંહ ભોપાલની લોકસભા સીટ પર પોતાનું વોટિંગ કર્યુ. ઉલ્લેખનીય છે કે, ભાજપે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને ભોપાલ લોકસભા સીટ પરથી મેદાને ઉતાર્યા છે.
Madhya Pradesh: BJP Bhopal candidate Pragya Singh Thakur after casting her vote. Digvijaya Singh is the Congress candidate from the constituency. #LokSabhaElections2019pic.twitter.com/d0Rc2RgwKO