pm narendra modi approves continuation of umbrella scheme of modernisation of police
મોટો નિર્ણય /
દેશના સિંઘમને મોર્ડન બનાવશે મોદી સરકાર, 26 હજાર કરોડ રૂપિયા ખર્ચીને કરશે આ કામ
Team VTV03:56 PM, 13 Feb 22
| Updated: 03:58 PM, 13 Feb 22
કેન્દ્રીય મંત્રીમંડળે 26,275 કરોડ રૂપિયા ખર્ચીને વર્ષ 2021-22થી 2025-26 માટે પોલીસ ફોર્સને મોડર્ન બનાવાની યોજનાને મંજૂરી આપી દીધી છે.
મોદી સરકાર દેશના પોલીસને બનાવશે આધુનિક
પોલીસ ફોર્સને મોર્ડન બનાવાનું કામ
પોલીસના કામકાજમાં થશે સુધારો
કેન્દ્રીય મંત્રીમંડળે 26,275 કરોડ રૂપિયા ખર્ચીને વર્ષ 2021-22થી 2025-26 માટે પોલીસ ફોર્સને મોડર્ન બનાવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. એક સરકારી જાહેરાતમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પોલીસ ફોર્સના આધુનિકરણની અમ્બ્રેલા યોજના ચાલું રાખવાની મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસદળોને આધુનિક બનાવવા તથા તેના કામકાજમાં સુધારો કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહની પહેલને આગળ લઈ જશે. નિવેદનમાં જણાવ્યા અનુસાર આ યોજનામાં તે તમામ પ્રાસંગિક યોજનાઓ છે, જે 26275 કરોડ રૂપિયાની કુલ કેન્દ્રીય નાણાકીય ખર્ચથી આધુનિકીકરણ તથા સુધારમાં યોગદાન આપશે.
જોઈ લો શું છે આ યોજનાની મુખ્ય ખાસિયત
આ યોજના અંતર્ગત આંતરિક સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા, પોલીસ દ્વારા આધુનિક ટેનિકને અપનાવવી, માદર પદાર્થો પર નિયંત્રણ માટે રાજ્યોની મદદદ અને દેશમાં એક મજબૂત ફોરેંસિક વ્યવ્સથા વિકસિત કરીને ન્યાય સિસ્ટમને મજબૂત કરવાની જોગવાઈ કરવામા આવી છે.
રાજ્ય પોલીસ ફોર્સના આધુનિકીકરણની યોજનામાં 4846 કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતાની જોગવાઈ છે.
આ યોજના અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જમ્મુ અને કાશ્મીર, ઉગ્રવાદ પ્રભાવિત ઉત્તર પૂર્વી રાજ્યો અને વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો માટે સુરક્ષા સંબંધી વ્યય માટે 18,839 કરોડ રૂપિયાના કેન્દ્રીય બજેટની જોગવાઈ છે.
આ યોજના અંતર્ગત સંસાધનના આધુનિકરણના માધ્યમથી વૈજ્ઞાનિક અને સમય પર તપાસમાં મદદદરૂપ માટે રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રોજેક્ટ તરીકે સ્વતંત્ર ઉચ્ચ ગુણવત્તાવાળી ફોરેંસિક વિજ્ઞાન સુવિધાઓનો વિકાસ કરવાનો છે. તેના માટે 2,080.50 કરોડ રૂપિયાની સાથે ફોરેંસિક ક્ષમતાઓના આધુનિકીકરણ માટે એક કેન્દ્રીય યોજનાનો મંજૂરી આપવામાં આવી છે.
વામપંથી ઉગ્રવાદની સરખામણી કરવા માટે રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજનાને લાગૂ કરવાની સાથે, વામપંથી ઉગ્રવાદની હિંસાની ઘટનાઓમાં ભારે કમી આવી છે. આ ઉપલબ્ધિને આગળ વધારવા માટે 8,689 કરોડ રૂપિયાના કેન્દ્રીય પરિવ્યય સાથે વામપંથી સંબંધિત છ યોજનાઓને મંજૂરી આપવામા આવી છે. આ યોજનાઓનો લાભ સમેકિત કરવા માટે મોટા ભાગના વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત જિલ્લા અને ચિંતા માટે જિલ્લા વિશેષ કેન્દ્રીય સહાયતા સામેલ છે.
ભારતીય રિઝર્વ બટાલિયનો/ વિશેષ ભારતીય રિઝર્વ બટાલિયનોની સ્થાપના માટે 350 કરોડ રૂપિયાના કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવી છે.
50 કરોડના બજેટ સાથે નારકોટિક્સ કંટ્રોલ માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદની કેન્દ્રીય ક્ષેત્રની યોજના ચાલું રાખવામાં આવી છે.