બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / pm modi will launch 5g service tomorrow october 1 these 13 cities

તમારા કામનું / ગુજરાતના બે મોટા શહેર સહિત કુલ 13 જગ્યાએ આવતીકાલે શરૂ થશે 5G સેવાઓ, PM મોદી કરાવશે શરૂઆત

Premal

Last Updated: 05:11 PM, 30 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા પહેલેથી દેશમાં ચાર જગ્યાઓ પર 5જીની સફળ ટ્રાયલ કરી ચૂકી છે. પીએમ મોદી શનિવારે આ જગ્યાઓ પર 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત કરી શકે છે.

  • PM મોદી કાલે લોન્ચ કરશે 5જી સેવા
  • આ 13 શહેરોમાં મળશે પહેલા સર્વિસ 
  • ટ્રાઈ તરફથી દેશમાં ચાર જગ્યાએ 5જીનુ સફળ ટ્રાયલ કરાયું 

PM મોદી હાઈ સ્પીડ 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત કરશે 

દેશમાં ટૂંક સમયમાં 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ઓક્ટોબરે સાંકેતિક રીતે 5જી સેવાની શરૂઆત કરશે. દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક ઓક્ટોબરથી 4 દિવસની ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ કાર્યક્રમની શરૂઆત થવાની છે. પીએમ મોદી આ કાર્યક્રમ દરમ્યાન દેશમાં હાઈ સ્પીડ 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત કરશે. જાણકારી મુજબ, પીએમ મોદી આ કાર્યક્રમ દરમ્યાન દિલ્હીના દ્વારકા સેક્ટર 25માં આગામી સ્ટેશનની અંડરગ્રાઉન્ડ સુરંગમાંથી 5જી સેવાઓનુ કામકાજ પણ જોશે. 

ચાર જગ્યાએ સફળ ટ્રાયલ

ટ્રાઈ તરફથી પહેલા દેશમાં ચાર જગ્યા પર 5જીનુ સફળ ટ્રાયલ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી શનિવારે આ જગ્યાઓ પર 5જી ઈન્ટરનેટ સેવાઓની શરૂઆત કરી શકે છે. આ ચાર જગ્યામાં દિલ્હીનુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેંગ્લોરની મેટ્રો, કંડલા પોર્ટ અને ભોપાલની સ્માર્ટ સિટીનો વિસ્તાર સામેલ છે. આ ચાર જગ્યાએ 5જીનુ સફળ ટ્રાયલ થવાના કારણે અહીં તેનુ આખુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનીને તૈયાર છે. રિપોર્ટ મુજબ, દેશના આશરે 10 કરોડથી વધુ લોકો આવતા વર્ષે એટલેકે 2023માં 5જી સેવાઓનો ઉપયોગ કરવા માટે ઈચ્છુક છે. આ સાથે આ ગ્રાહક 5જી ઈન્ટરનેટ સેવા માટે 45 ટકાથી વધુ ચૂકવણી કરવા માટે પણ તૈયાર છે.

 કયા શહેરોમાં થશે શરૂઆત

કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પહેલા આ જણાવી ચૂક્યા છે કે દેશમાં 5જીને ધીરે-ધીરે અલગ-અલગ તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. પહેલા તબક્કામાં 13 શહેરોમાં સૌથી પહેલા 5જી સેવાને લોન્ચ કરવામાં આવશે. જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચંડીગઢ, ચેન્નઈ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદ્રાબાદ, કોલકત્તા, જામનગર, લખનઉ, પુણે જેવા શહેરનો સમાવેશ થાય છે. તેના બે વર્ષ બાદ આખા દેશમાં 5જી સેવાનો ઝડપથી વિસ્તાર કરવામાં આવશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

5G Internet Service 5g service PM modi TRAI 5G Internet Service
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ