ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / PM Modi to address nation at 8pm covid19

લોકડાઉન / GDPના 10 ટકા જેટલું 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર, 18 મે પહેલાં લૉકડાઉન 4ની કરાશે જાહેરાત

Published By: Divyesh

Last Updated: 09:12 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું. જ્યારે લૉકડાઉન 4ની માહિતી 18 મે પહેલાં જાહેર કરી દેવાશે તેમ પણ જણાવ્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે 21મી સદી ભારતની હોય તે આપણી જવાબદારી છે. આત્મનિર્ભર ભારત એ એક જ માર્ગ છે. ભારતે આપદાને અવસરમાં બદલી છે. આપણે આત્મનિર્ભર ભારતની જરૂર છે. 130 કરોડ ભારતીયો એક સાથે સંકલ્પ લઈએ કે ભારતને આત્મનિર્ભર બનાવીશું

ADVERTISEMENT

PM મોદીના સંબોધનની મહત્વની વાતો

  • દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું
  • 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં કુટીર, ગૃહ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ખાસ વ્યવસ્થા કરાઈઃ PM મોદી
  • કાલથી નાણામંત્રી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ ઉદ્યોગો માટે આર્થિક પેકેજની ફાળવણી કરશેઃ PM મોદી
  • 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં જમીન, મજુરો, લિક્વિડીટી અને નુકશાન પર ખાસ ધ્યાન અપાયું છેઃ PM મોદી
  • કોરોનાનું સંકટ એટલું મોટું છે કે મોટી મોટી વ્યવસ્થાઓ હચમચી ગઈ છેઃ PM મોદી
  • 18 મે પહેલાં લૉકડાઉન 4ની જાહેરાત કરી દેવાશે. આ નવું લૉકડાઉન નવા રૂપરંગ અને નવી છૂટછાટ સાથેનું હશે

20 લાખ કરોડના આર્થિક પેકેજમાં શું હશે?

આર્થિક પેકેજમાં લેન્ડ, લેબર, લિકવિડીટી અને લો પર બળ આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સિદ્ધ કરવા માટે આ પેકેજમાં લેન્ડ, લેબર, લીકવીડિટી અને લો બધા પર ભાર મુકવામાં આવ્યો છે. આ આર્થિક પેકેજ આપણા કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, આપણા લઘુ-નાના ઉદ્યોગ, આપણા MSME માટે છે. 

આર્થિક પેકેજ દેશની વિકાસ યાત્રાને નવી દિશા આપશે

 પીએમ મોદીએ કહ્યું કે આ બધા દ્વારા દેશના વિભિન્ન વર્ગોને, આર્થિકવ્યવસ્થા સાથે જોડાયેલાને, 20 લાખ કરોડ રૂપિયાનુંબળ મળશે, મદદ મળશે. 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મ નિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.

આત્મનિર્ભરતાના 5 સ્તંભ

પીએમ મોદીએ ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે કહ્યું હતું કે આત્મનિર્ભર બનવા માટે પાંચ સ્તંભ જરૂરી છે. 

1. અર્થવ્યવસ્થાઃ એક એવી વ્યવસ્થા જે ક્વોન્ટમ જમ્પ આપે. 
2. માળકાગત સુવિધા, જે આધુનિક ભારતની ઓળખ બને. 
3. સિસ્ટમ, જે એકવીશમી સદીના સપનાને સાકાર કરતી ટેક્નોલોજી ડ્રિવન હોય. 
4. ભારતીય લોકતંત્ર, જે દુનિયામાં સૌથી મોટી છે. 
5. ડિમાન્ડ, જે સપ્લાયની સાથે તાલમેલ વધારેવિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે

લોકલના વોકલ બનવું પડશે

પીએમ મોદીએ સ્થાનિક માર્કેટનું મહત્વ જણાવતાં કહ્યું હતું કે કોરોના સંકટમાં લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેઈન, લોકલ ઉત્પાદનોનું મહત્વ સમજાયું છે. આપણને લોકલ જ બચાવી રહ્યું છે એટલે સ્થાનિક એ જ આપણો જીવનમંત્ર બનવો જોઈએ. આજે જે ગ્લોબલ છે એ દરેક એક તબક્કે લોકલ જ હતા. પરંતુ લોકોનો વિશ્વાસ જીતીને એ ગ્લોબલ બન્યા છે. માટે આપણે લોકલના વોકલ બનવું પડશે.
 

માનવજાતિના કલ્યાણ માટે ઘણુ બધુ આપી શકે છે

ભારત આજે દુનિયામાં ભારતની દવાઓ નવી આશા લઇને પહોંચી રહી છે. આજે દુનિયાભરમાં ભારતની ભરપૂર પ્રશંસા થઇ રહી છે, દરેક ભારતીયોને ગર્વ થાય છે. દુનિયાને વિશ્વાસ થઇ રહ્યો છે કે ભારત ઘણુ સારુ કરી શકે છે. માનવ જાતિના કલ્યાણ માટે ઘણુ આપી શકે છે.

કોરોનાએ તબાહી મચાવી

આ ઉપરાંત PM મોદીએ પોતાના સંબોધનમાં શરૂઆતમાં કહ્યું હતું કે કોરોના સંકટમાં ભારતમાં પણ ઘણા પરિવારોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે. હું બધા પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. એક વાયરસ એ દુનિયાને તબાહી કરી. વિશ્વભરના કરોડો જીવન સંકટનો સામનો કરી રહ્યા છે. આખું વિશ્વ જીવન બચાવવામાં વ્યસ્ત છે. રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા પછીના બીજા જ દિવસે તેમનું સંબોધન થઈ રહ્યું છે.

ભારતે આત્મનિર્ભર બનાવી દાખલો બેસાડ્યો

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોરોના કટોકટી શરૂ થઈ ત્યારે ભારતમાં એક પણ PPE કીટ બનાવવામાં આવી ન હતી. એન -95 માસ્ક ભારતમાં નામ માત્ર બનતા હતાં. આજે સ્થિતિ એવી છે કે ભારતમાં દરરોજ 2 લાખ PPE અને 2 લાખ એન -95 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. એક રાષ્ટ્ર તરીકે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કે ઊભાં છીએ. આવી મોટી દુર્ઘટના ભારત માટે સંકેત લાવ્યો છે, સંદેશ લાવ્યો છે, તક લાવ્યો છે. જ્યારે આપણે ભારતના દ્રષ્ટિકોણથી આ બે સમયગાળા જોઈએ, ત્યારે લાગે છે કે 21 મી સદી ભારતની છે, તે આપણું સ્વપ્ન નથી, તે આપણા બધાની જવાબદારી છે.

ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાની કરી હતી માગ

લોકડાઉનના ત્રીજા ચરણની 17મીએ પુરી થઇ રહી છે. કોરોના અને લોકડાઉનને લઇને પીએમ મોદીએ સોમવારે દેશના બધા મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. આ દરમિયાન ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાને લઇને રજૂઆત કરી હતી. તેલંગાણા, બિહાર, આસામ, રાજસ્થાન, મધ્યપ્રદેશ,  પંજાબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ પીએમ મોદીને લોકડાઉન વધારવાની માગ કરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adressess Nation PM modi નેશન પીએમ મોદી સંબોધન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ