બ્રેકિંગ ન્યુઝ
VTV / pm modi slams arvind kejriwal in a election rally
Kavan
Last Updated: 06:37 PM, 3 February 2020
ADVERTISEMENT
પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલ પર ગરીબોના હક્કોની હત્યા કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રની ઘણી યોજનાઓ દિલ્હીમાં લાગુ કરવામાં આવી નથી. જેના કારણે ગરીબો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો મેળવવામાં અસમર્થ છે. 5 વર્ષમાં, કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગરીબો માટે 2 કરોડ મકાનો બનાવવામાં આવ્યા હતા. દિલ્હી સરકારના કારણે અહીં એક પણ મકાનનું નિર્માણ થઈ શક્યું નહીં.
દિલ્હી માત્ર શહેર નથી પરંતુ આપણા હિંદુસ્તાનની ધરોહર છે
ADVERTISEMENT
बीते कई दिनों से भाजपा और सहयोगी दलों के कई वरिष्ठ नेता, तमाम उम्मीदवार, कार्यकर्ता और यहां के जागरूक नागरिक, आपके बीच आ रहे हैं, अपनी बात रख रहे हैं।
— BJP (@BJP4India) February 3, 2020
दिल्ली के लोगों के मन में क्या है, ये बताने की जरूरत नहीं, ये आज साफ-साफ दिख रहा है: पीएम मोदी #DelhiWithModi
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ગત દિવસોમાં ભાજપ અને સહયોગી દળોએ કેટલાય મોટા નેતા, તમામ ઉમેદવાર, કાર્યકર્તા અને અહીંના જાગૃત નાગરિકો આપની વચ્ચે આવી રહ્યા છે, પોતાની વાત રાખી રહ્યા છે. દિલ્હીના લોકોના મનમાં શું છે એ વાત જણાવવાની જરૂર નથી, આજે અહીં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી માત્ર શહેર નથી પરંતુ આપણા હિંદુસ્તાનની ધરોહર છે.
દિલ્હી એક જીવંત પરંપરા છે
તે એક જીવંત પરંપરા છે જે એક જગ્યાએ ભારતના વિવિધ રંગોનો સમાવેશ કરે છે. આ દિલ્હી સૌને આવકારે છે અને તેનું સ્વાગત કરે છે તેમણે કહ્યું હતું કે 8 મી ફેબ્રુઆરીએ આપનો દરેક મત ફક્ત સરકાર રચવાનો રહેશે નહીં પરંતુ આ દાયકામાં દિલ્હીના વિકાસને નવી ઉંચાઇ પર લઈ જશે.
पिछले 5 साल में इतना सारा काम देश में हुआ, गरीबों को रहने के लिए घर मिले, लेकिन दिल्ली की सरकार यहां के गरीबों को रहने के लिए घर नहीं देना चाहती।
— BJP (@BJP4India) February 3, 2020
पीएम आवास योजना यहां की सरकार की वजह से लागू नहीं हो पाई है: पीएम मोदी #DelhiWithModi https://t.co/0jcY00IsTg
દિલ્હીના લોકોનું સ્વપ્ન થશે સાકાર
પીએમ મોદીએ કહ્યું કે દિલ્હીના 40 લાખથી વધુ લોકો, જેમાં મોટી સંખ્યામાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ દિલ્હીના લોકો છે. તેમને તેમના જીવનની મોટી ચિંતાથી મુક્ત કર્યા છે. જે લોકોએ વિચાર્યું પણ નહોંતુ કે, તેઓ પોતાના જીવનમાં ક્યારે ઘરનું રજીસ્ટ્રેશન કરાવી શકશે. હવે તેઓ પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતું જોશે. દિલ્હી ભાજપે સંકલ્પ અને પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે, આ કોલોનીઓના ઝડપી વિકાસ અને ડેવલપમેન્ટ બોર્ડ બનાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.