બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / PM Modi responds to controversial statement made by Akhilesh Yadav

રાજકારણ / 'ગુજરાતનાં ગધેડા' વાળી મજાક અખિલેશને પડી હતી ભારે, PM મોદીએ આપ્યો સણસણતો જવાબ

Ronak

Last Updated: 10:18 AM, 10 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાન સભા ચૂંટણી વખતે અખિલેશ યાદવે ગુજરાતના ગધેડા શબ્દો વાપર્યા હતા. જેને લઈને પીએમ મોદીએ તેને સણસણતો જવાબ આપ્યો છે.

  • અખિલેશ યાદવને પોતાનું આપેલું નિવેદન ભારે પડ્યું 
  • 2017માં અખિલેશ યાદવે ગુજરાતના ગધેડા શબ્દનો ઉપયોગ કર્યો હતો 
  • પીએમ મોદીએ અખિલેશ યાદવને આપ્યો સણસણતો જવાબ 

વડાપ્રધાન મોદીએ ગત બુધવારે તેમના ઈન્ટરવ્યુમાં અખિલેશ યાદવ અને જયંત ચૌધરીની જોડીને લઈને જવાબ આપ્યો. જેમા તેમણે કહ્યું કે તે બંનેનો ખેલ મે પહેલા પણ જોયો હતો. 2017માં વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશ યાદન અને રાહુલગાંધીની જોડી તરફ ઈશારો કરતા કહ્યું કે તેમનો ઘમંડ એટલો હતો કે ગુજરાતના બે ગધેડા આ શબ્દનો પ્રયોગ પણ તેમણે કર્યો હતો. જોકે ઉત્તરપ્રદેશે તેમને બરોબરનો પાઠ ભણાવ્યો હતો. 

2017ની ચૂંટણી રેલીમાં અખિલેશ યાદવે શબ્દો વાપર્યા હતા 

આપને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણી વખતે અખિલેશ યાદવે ગુજરાત ના ગધેડા આ શબ્દો ચૂંટણીની રેલીમાં વાપર્યા હતા. જેમા તેમણે પીએમ મોદી પર નિશાન સાંધ્યુ હતું. જે મામલે પીએમ મોદીએ એવું કહ્યું હતું કે ગધેડાઓથી પ્રેરણા લઈને મહેનત કરો. સાથેજ પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ પણ ગુજરાતના હતા. તે સમયે સપા અને કોંગ્રેસનું ગઠબંધન 54 સીટોમાં સમાપ્ત થઈ ગયું હતું જોકે ભાજપે પહેલી વાર 300 સીટો જીતી હતી. 

ગુજરાતનો ગધેડા શબ્દનો પ્રયોગ 

અખિલેશ યાદવે એવું કહ્યું હતું કે અમારા સાથીઓએ ટીવી પર જોયું હશે કે ગધેડાની જાહેરાત આવે છે. સાથેજ તેમણે કહ્યું હતું કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કહીશું કે તમે ગુજરાતના ગધેડાઓનો પ્રચાર ન કરો. 

પીએમ મોદીએ આપ્યો હતો સણસણતો જવાબ 

પીએમ મોદીએ અખિલેશના આ નિવેદનને મુદ્દો બનાવી દીધો હતો. તેઓ દરેક રેલીઓમાં તેમના પર પ્રહાર કરતા હતા જેથી અખિલેશ યાદવને ઘણું નુકશાન થયું હતું. પીએમ મોદીએ કહ્યું કે અખિલેશ યાદવને ખબર નથી કે ગધેડા પણ આપણાને પ્રેરણા આપે છે. જેથી મગજ સાફ હોય તો પ્રેરણા લઈ શકાય છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે ગધેડા પણ તેના માલિકના વફાદાર હોય છે. 

ગુજરાત ટુરિઝમની જાહેરાતને લઈને શબ્દો વાપર્યા હતા 

ઉલ્લેખનીય છે કે આ વિવાદની શરૂઆત ગુજરાત ટુરિઝમની એક જાહેરાત વખતે થઈ હતી. જેમા અમિતાભ બચ્ચન કચ્છના રણમાં જંગલી ગધેડાઓ વીશે કહેતા હતા. તેઓ તે ગધેડાઓના વખાણ કરીને પર્યટકોને ગુજરાત આવવા કહે છે. જેથી અખિલેશ યાદવે આ જાહેરાતને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ