pm modi meeting council of ministers 3rd and 4 th january 2024 plan
બેઠક /
નવા વર્ષમાં મંત્રીઓની PM મોદીએ બોલાવી બેઠક, ઘડાશે આ પ્લાન
Team VTV08:16 PM, 01 Jan 20
| Updated: 08:19 PM, 01 Jan 20
પીએમ મોદીએ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બે દિવસીય બેઠક બોલાવી છે. આ બેઠક 3 જાન્યુઆરીએ સાંજે 6 વાગ્યાથી રાત્રીના 9:30 વાગ્યા સુધી યોજાશે. જ્યારે 4 જાન્યુઆરીએ સવારે 9:30 વાગ્યા બેઠક શરૂ થશે જે સાંજ સુધી ચાલશે. એવી શક્યતા બતાવાઇ રહી છે કે, બેઠકમાં 4થી 5 મંત્રાલયોનું પ્રેઝન્ટેશન થશે.
પીએમ મોદીએ 2024 સુધીનું લક્ષ્ય નક્કી કરવાનો નિર્ણય લીધો છે
પીએમ મોદીએ સરકારની નીતિઓ બનાવવા માટે ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવ્યું હતું
કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બે દિવસીય બેઠકમાં 4થી 5 મંત્રાલયોનું પ્રેઝન્ટેશન થશે
મંત્રાલયોએ બતાવવું પડશે પોતાનું પ્લાનિંગ
પીએમ મોદીએ સરકારની નીતિઓ બનાવવા માટે ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવ્યું હતું. એ વિભાગોના સચિવ આ બેઠક દરમિયાન પ્રેઝેન્ટેશન આપશે. જાણકારી મુજબ, તમામ મંત્રાલયોને આવનારા 5 વર્ષની પ્લાનિંગને લઇને પ્રેઝન્ટેશન આપવુ પડશે. તમામને બતાવવું પડશે કે, તેમનું મંત્રાલય આવનાર વર્ષોમાં શું-શું કરવા જઇ રહ્યું છે.
2024નું લક્ષ્ય નક્કી કરી રહ્યા છે પીએમ મોદી
માનવામાં આવી રહ્યું છે કે, હવે પીએમ મોદીએ 2024 સુધીનું લક્ષ્ય નક્કી કરવાનો નિર્ણય લીધો છે. તેથી મંત્રીઓને એ વાતથી અવગત કરવામાં આવશે કે આવનારા સાડા ચાર વર્ષ માટે તેમનું હોમ વર્ક શું છે. નોંધનીય છે કે, આ પહેલા પણ પીએમ મોદીએ 21 ડિસેમ્બરે ઉચ્ચ પ્રાથમિકતા વાળી યોજનાઓની સમીક્ષા માટે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠક બોલાવી હતી.