બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ભારત / PM Modi inaugurated Dwarka Expressway today

Dwarka Expressway / હવે કલાકમાં નહીં, 20 મિનિટમાં જ દિલ્હી પહોંચી જશો, PM મોદીના હસ્તે આજે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, જાણો ખાસિયત

Priyakant

Last Updated: 09:46 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka Expressway Latest News: નીતિન ગડકરી દિલ્હી-ગુરુગ્રામ નેશનલ હાઈવે પર શિવ મૂર્તિ ખાતે PM મોદીનું સ્વાગત કરશે, દિલ્હી ભાજપના લગભગ 25 હજાર કાર્યકર્તાઓ દ્વારકા ટોલ પ્લાઝા પર ફૂલ વરસાવીને PM મોદીનું સ્વાગત કરશે

Dwarka Expressway : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવાર, 11 માર્ચે હરિયાણાના ગુરુગ્રામમાં દેશના પ્રથમ એલિવેટેડ એક્સપ્રેસ વે, દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે. એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ PM મોદી રોડ શો દ્વારા લોકોને સંબોધિત કરશે. PM મોદીના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી હતી અને લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દિલ્હી-ગુરુગ્રામ નેશનલ હાઈવે પર શિવ મૂર્તિ ખાતે PM મોદીનું સ્વાગત કરશે. ત્યારબાદ દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુરી હજારો કાર્યકરો સાથે તેમનું સ્વાગત કરશે. આ પછી દિલ્હી ભાજપના લગભગ 25 હજાર કાર્યકર્તાઓ દ્વારકા ટોલ પ્લાઝા પર ફૂલ વરસાવીને PM મોદીનું સ્વાગત કરશે.

પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી 
પોલીસે જણાવ્યું કે વડાપ્રધાન 11 માર્ચે સેક્ટર-25 દ્વારકામાં દ્વારકા એક્સપ્રેસ વે (UER-II) નું ઉદ્ઘાટન કરશે, જેના માટે ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે.  દ્વારકાની આસપાસ ટ્રાફિક જામ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. એડવાઈઝરી મુજબ, લોકોએ સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી આ માર્ગો પર જવાનું ટાળવું જોઈએ. ધૌલસીરસ ચોક, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ઓફિસ પાસે, સેક્ટર 8/9 ક્રોસિંગ, D.G.S./કાર્મેલ ચોક (સેક્ટર-20), સેક્ટર-23 છે. જાનકી ચોક, દ્વારકા મેટ્રો સ્ટેશન અને પેસિફિક મોલ કટથી ગોલ્ફ કોર્સ રોડ, પોચનપુર ફ્લાયઓવર, સેક્ટર-23 ચોક, ભરથલ ચોકથી ધૌલા સિરસા ચોક અને છાવલા રોડ પર પોલીસ સ્ટેશન પાસે ટ્રાફિક જામની શક્યતા હોઇ આવી સ્થિતિમાં લોકોએ આ માર્ગો પર જવાનું ટાળવું જોઈએ. પોલીસે લોકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.

આ વાતોનું પણ ધ્યાન રાખો
રેલવે સ્ટેશન, હોસ્પિટલ અને ISBT જતા મુસાફરોએ પૂરતા સમય સાથે તેમની મુસાફરી શરૂ કરવી જોઈએ.
રસ્તાની ભીડ ઘટાડવામાં મદદ કરવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરો.
નિયુક્ત પાર્કિંગ સ્થળો પર જ વાહનો પાર્ક કરો.
આ એક્સપ્રેસ વે NH-48 થી બાજખેડા બોર્ડર સુધી પૂર્ણ કરવામાં આવ્યો છે, જેની લંબાઈ લગભગ 18 કિલોમીટર હોવાનું કહેવાય છે. આ એક્સપ્રેસ વે ગુરુગ્રામના ખેડીકીદૌલા ટોલ પ્લાઝાની નજીકથી દિલ્હીના મહિપાલપુરમાં શિવમૂર્તિ સુધી બનાવવામાં આવશે, જેની લંબાઈ લગભગ 29 કિલોમીટર હોવાનું કહેવાય છે.

વધુ વાંચો: અમેઠીથી રાહુલ ગાંધી તો PM મોદીને આ દિગ્ગજ નેતા આપશે ટક્કર, જાણો કેવું હશે કોંગ્રેસનું બીજું સંભવિત લિસ્ટ

દ્વારકા એક્સપ્રેસ વે વિશે 5 મહત્વની બાબતો
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર દિલ્હી અને ગુરુગ્રામ વચ્ચે ટ્રાફિકને સુધારવા અને ટ્રાફિક ઘટાડવા માટે દ્વારકા એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે.
દ્વારકા એક્સપ્રેસ વે 8 લેન ધરાવે છે અને તે 19 કિલોમીટર લાંબો છે. 3. દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું નિર્માણ રૂ. 4,100 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા વિભાગનું નિર્માણ રૂ. 4,100 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટમાં 10.2 કિમી લાંબા દિલ્હી-હરિયાણા બોર્ડરથી બસાઈ રેલ-ઓવર-બ્રિજ (ROB) અને 8.7 કિમી લાંબા બસાઈ રેલ-ઓવર-બ્રિજ (ROB) થી ખેરકી દૌલાના બે પેકેજનો સમાવેશ થાય છે.
દ્વારકા એક્સપ્રેસ વે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ગુરુગ્રામ બાયપાસને પણ સીધો કનેક્ટિવિટી પ્રદાન કરશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ