લોકાર્પણ /
ભારતના 30 ટકા મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે, કોઈ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠું નહીં ખાધું હોય : PM
Team VTV01:49 PM, 28 Aug 22
| Updated: 04:19 PM, 28 Aug 22
PM મોદી ગુજરાતના 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા બાદ આજે તેઓએ કચ્છને કરોડો રૂપિયાની ભેટ આપી હતી.
કચ્છમાં સ્મતિ ભવનનું પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોકાર્પણ
ભાવૂક થઈ 2001ના ભૂકંપના સંસ્મરણો કર્યાં યાદ
કહ્યું- ત્યારે ગુજરાતમાં કોઈએ દિવાળી નહોંતી મનાવી
કોઈ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠું નહીં ખાધું હોય : PM
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, કચ્છમાં આજે શું નથી, વિશ્વની સૌથી મોટી સિમેન્ટ ફેક્ટરી અહીં સ્થાપિત થઈ છે તો કચ્છમાં લોખંડનું પણ મોટાપાયે ઉત્પાદન થાય છે. સાથે જ એશિયાનો પ્રથમ ઇકો ઝોન પણ કચ્છમાં છે. તો પ્રધાનમંત્રીએ એવું પણ જણાવ્યું કે, ભારતના 30 ટકા મીઠાનું ઉત્પાદન કચ્છમાં થાય છે. હિન્દુસ્તાનનો એક પણ વ્યક્તિ એવો નહીં હોય જેણે કચ્છમાં ઉત્પાદિત થયેલું મીઠું નહીં ખાધું હોય.
કચ્છી દાબેલીને પ્રધાનમંત્રી મોદીએ કરી યાદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંબોધનમાં કચ્છી દાબેલી અને ભેળપૂરીનો ઉલ્લેખ કરતા હસી પડ્યા હતા. તેમણે કહ્યું આ સ્વાદને કેમ ભૂલાવી શકાય. સાથે જ તેમણે જણાવ્યું કે આપણે ત્યાં એક કહેવત છે કે મહેનતનું ફળ મીઠું હોય છે. આ કહેવતને કચ્છના લોકોએ જમીન પર ઉતારી છે.
પ્રધાનમંત્રી મોદીએ કચ્છની વિશેષતા જણાવતા કહ્યું હતું કે, અહીં રસ્તે ચાલતો માણસ પણ જો એકાદ સપનાનું વાવેતર કરે તો આખા કચ્છના લોકો તે સપનાને વટવૃક્ષ બનાવવા મચી પડે છે. પ્રધાનમંત્રીએ ભાવૂક થઈને એમપણ જણાવ્યું હતું કે, ભૂકંપ પછીની પહેલી દિવાળી મેં કે મારા મંત્રીઓ નહોંતી મનાવી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 28, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું CM નહોતો, પણ મેં નક્કી કર્યું કે હું દુખની ઘડીમાં સાથે રહું. ભૂકંપ આવ્યો ત્યારે હું માત્ર ભારતીય જનતા પાર્ટીનો હું સામાન્ય કાર્યકર્તા હતો. તેમણે જણાવ્યું કે, ભૂકંપ આવ્યો ત્યારે હું દિલ્હીમાં હતો પણ બીજા જ દિવસે હું કચ્છ પહોંચી ગયો હતો. આટલુ બોલતા જ પ્રધાનમંત્રી ગળગળા થઈ ગયા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 28, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આજે મન ખૂબ જ સારી ભાવનાઓથી ભરેલું છે. ભૂજિયા ડુંગરમાં સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં સ્મારકનું લોકાર્પણ કચ્છની અને ગુજરાતની સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. તેના નિર્માણમાં માત્ર પસીનો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓ જોડાયેલા છે.
ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે કચ્છમાં સ્મૃતિ અને સમૃદ્ધિનો દિવસ છે. 4700 કરોડના કામો આજે ગુજરાતમાં થવાના છે. સાથે જ તેમણે જણાવ્યું કે,
વતનમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે ખાસ દિવસ છે કારણ કે 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી જાગ્રત થઈ ગઈ. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો તથા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
ભવ્ય રોડ શો
PM મોદી જેવા કચ્છ પહોંચ્યા રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ જતાં તેઓ પોતાને રોકી ન શક્યા અને ગાડીમાંથી બહાર ઉતર્યા અને રોડ શો શરૂ થઈ ગયો. પીએમના કાર્યક્રમમાં રોડ શો સામેલ ન હતો પરંતુ ભીડના કારણે ભુજની અંદર રોડ શો જેવા દ્રશ્યો જોયા મળ્યા હતા. લોકો હાથમાં તીરંગા લઈને પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.