બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / PM Modi addresses Har Ghar Jal Utsav

BIG NEWS / 10 કરોડ ઘરોમાં પાઇપથી પાણી આપવાનું લક્ષ્ય પૂર્ણ: ગોવામાં PM મોદીનું મોટું એલાન

Parth

Last Updated: 01:46 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ચાલતા જળ જીવન મિશન મુદ્દે PM મોદીએ કર્યું મોટું એલાન (PM Modi addresses Har Ghar Jal Utsav)

  • 10 કરોડ ઘરોમાં પાઇપથી પાણી પહોંચ્યું: PM મોદી 
  • છેલ્લા 3 વર્ષમાં 7 કરોડ ઘરો જોડાયા: PM મોદી 
  • આઝાદી પછી 3 કરોડ ઘરોમાં જ પાણી પહોંચ્યું હતું: PM મોદી 

ગોવામાં હર ઘર જળ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું જેમાં તેને દાવો કર્યો કે માત્ર 3 વર્ષની અંદર જળ જીવન મિશન હેઠળ સાત કરોડ ગ્રામીણ પરિવારોને પાઇપ દ્વારા પાણીની સુવિધા મળી ગઈ છે, આ કોઈ સામાન્ય ઉપ્લવધી નથી. આઝાદીના 7 દાયકામાં માત્ર 3 કરોડ જ ગ્રામીણ પરિવારો પાસે પાઇપથી પાણી પહોંચ્યું હતું. આજે દેશના 10 કરોડ ગ્રામીણ પરિવારો પાઇપથી પાણીનો લાભ ઉઠાવી રહ્યા છે. હર ઘર જળ સરકારની મોટી ઉપલબ્ધિ છે. ગોવા દેશનું પહેલું રાજ્ય છે જેને હર ઘર જળ સર્ટિફાઈ કરવામાં આવે છે. 

નોંધનીય છે કે પ્રધાનમંત્રીએ સંબોધનની શરૂઆતમાં દેશભરના લોકોને જન્માષ્ટમીની શુભકામનાઓ આપી હતી, અને કહ્યું હતું કે આજે દેશે જે ઉપલબ્ધિ હાંસલ કરી છે તે જાણીને લોકોને ખૂબ ગર્વ થશે. 

પીએમ મોદીએ દેશના અમૃતકાળમાં ત્રણ મોટા પડાવ આપણે પાર કરી લીધા છે. સૌથી પહેલા દેશના એક લાખથી વધારે ગામડા ખુલ્લામાં શૌચથી મુક્ત થયા, સ્વચ્છ ભારત અભિયાનમાં દેશના લોકો આગળ આવ્યા. સરકાર બનાવવા માટે એટલી મહેનત નથી કરવી પડતી જેટલી દેશ બનાવવા માટે કરવી પડે છે. 

PM મોદીએ કહ્યું કે આપણે દેશ માટે એક રસ્તો નક્કી કરી લીધો છે, તેથી દેશ માટે વર્તમાન અને ભવિષ્યન પડકારો સામે આપણે સતત સમાધાન લાવી રહ્યા છીએ. 

PM મોદીએ કહ્યું કે ભારતમાં હવે રામસર સાઇટ્સ એટલે કે wetlands ની સંખ્યા વધીને 75 થઈ ગઈ છે, જેમાંથી 50 સાઇટ્સ છેલ્લા 8 વર્ષમાં જ જોડાઈ છે. એટલે  water security માટે ભારત ચારેય તરફથી પ્રયાસ કરી રહ્યું છે અને પરિણામ પણ મળી રહ્યા છે. 

જળ જીવન મિશન માટે ચાર મજબૂત સ્તંભ છે, પહેલો-જનભાગીદારી, બીજો-સહયોગ, ત્રીજો-રાજકીય ઈચ્છાશક્તિ, ચોથો-સંશાધનોનો સંપૂર્ણ ઉપયોગ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ