બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / pm imran calls for citizens to declare assets by june 30 in national address

પાકિસ્તાન / ઈમરાન ખાને તમામ પાકિસ્તાનીઓને આપ્યું આ અલ્ટીમેટમ

vtvAdmin

Last Updated: 05:22 PM, 10 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તમામ પાકિસ્તાનીઓને સોમવાર સુધીમાં પોતાની સંપ્તતિ જાહેર કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. પાકિસ્તાન સરકાર મંગળવારના રોજ મંગળવારના રોજ પોતાનું નાણાકીય બજેટ રજૂ કરવા જઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સોમવારના રોજ રાષ્ટ્રના નામે એક સંબોધન કર્યું હતું જેમાં કહ્યું કે, હું આ સૌને 'એસેટ ડેક્લેરેશન સ્કીમ'માં ભાગ લેવાની અપીલ કરું છું. કારણ કે, આપણે ટેક્સ ચૂકવવામાં અસફળ રહીશું તો દેશને આગળ લઇ જવામાં સફળતા નહીં જ મળે. 

6 અરબ ડોલરનું લીધું છે પેકેજ

પ્રધાનમંત્રી ઇમરાને કહ્યું કે, જો આપણે આપણા દેશને મહાન બનાવવા ઇચ્છીએ છીએ તો તેના માટે પોતાને બદલાવું પડશે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ(IMF) પાસેથી 6 અરબ ડોલરનું પેકેજ લીધું છે, જો કે, તેના બદલામાં આ સંસ્થાએ મોટા ટેક્ષની અપેક્ષા પાકિસ્તાન પાસે રાખી છે. આ કારણોસ ઇમરાન ટેક્સ કલેક્શન માટે તમામ પ્રકારની મહેનત કરી રહ્યા છીએ. 

નાગરિકોને 30 જૂન સુધીનો સમય

ઉલ્લેખનીય છે કે, પ્રીમિયરે લોકોને કહ્યું કે, લોકોની પાસે બેનામી સંપત્તિ, બેનામી બેંક એકાઉન્ટ અને બેનામી ધનની જાહેરાત કરવા માટે 30 જૂન સુધીનો સમય આપ્યો છે. 30 જૂન બાદ આપ સૌને આ તક મળશે નહીં. ઇમરાન ખાને વધુમાં કહ્યું હતું કે, વિદેશી સરકારો સાથે તેમણે કરાર કર્યા છે અને તેમને પાકિસ્તાનીઓના એકાઉન્ટ અને સંપત્તિ મુદ્દે જાણકારી પ્રાપ્ત થઈ છે. 

તો આ સાથે જ પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, અમારી એજન્સીઓની પાસે બેનામી એકાઉન્ટ અને બેનામી સંપત્તિ વિશે માહિતી છે. જે લોકો આ સ્કીમનો લાભ ઉઠવે છે તેમને ખાસ લાભ પ્રાપ્ત થશે. એટલા માટે આ સ્કીમનો લાભ ઉઠાવો અને પાકિસ્તાનને ફાયદો પહોંચાડો. તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો. અમને એક તક આપો કે અમે દેશને પોતાના પગ પર ઉભો કરી શકીએ અને ગરીબીથી બહાર લાવી શકીએ. 

રાષ્ટ્રજોગ કર્યું સંબોધન

રાષ્ટ્રના નામે સંબોધનની શરૂઆતમાં ઇમરાને કહ્યું કે, મારા પાકિસ્તાનીઓ ગત 10 વર્ષમાં પાકિસ્તાનનું દેણું 6000 અરબ રૂપિયાથી વધીને 30000 અરબ રૂપિયા થયું છે. તેમણે કહ્યું કે, જેના લીધે દેશને મોટું નુકસાન પહોંચ્યું છે. 

પાકિસ્તાનને FATFમાંથી બ્લેકલિસ્ટ થવાનો ભય
સૂત્રોએ જણાવ્યું કે FATFની ગ્રે લિસ્ટમાં પહેલાથી જઇ ચૂકેલા પાકિસ્તાનને આ લિસ્ટથી બહાર થવા માટે FATF ના 36માંથી 15 સભ્યોનો વોટ જોઇએ. જ્યારે બ્લેકલિસ્ટ થતા રોકવા માટે ઓછામાં ઓછા 3 સભ્યોનો વોટ જોઇએ.

ઓરલેન્ડોમાં થનારી બેઠકોમાં પાકિસ્તાન પર કરવામાં આવનારી કાર્યવાહી પર ભલે મુહર લગાવવામાં આવે, પરંતુ એની સત્તાવાર જાહેરાત પેરિસમાં ઓક્ટોબરમાં થનારી FATFની બેઠકમાં કરવામાં આવશે.જૈશ એ મોહમ્મદ અને લશ્કર એ તૈયબા જેવા આતંકી સંગઠનો સામે કાર્યવાહીમાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનને હવે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATFમાં બ્લેકલિસ્ટ થવનો ભય સતાવી રહ્યો છે. 

FATFએ પહેલા જ પાકિસ્તાનને જૈશ અને લશ્કર જેવા આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવા માટે સમય આપ્યો હતો. જેથી હવે પાકિસ્તાન પાસે માત્ર 6 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. જેની ચિંતા પાકિસ્તાનને સતાવી રહી છે. એટલું જ નહીં FATFએ પાકિસ્તાનને 27 જેટલા એક્શન પ્લાન પણ આપ્યા હતા. જેમાંથી પાકિસ્તાન 18 એક્શન પ્લાન પર નિષ્ફળ સાબિત થયુ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Imran khan citizens declare assets national address pakistan pakistani pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ