4 માર્ચે ચાઇનીઝ રોકેટનો એક ટુકડો અથડાશે ચંદ્રમા સાથે, વૈજ્ઞાનિકોએ કહ્યુ કે આ ઘટના જોઇ શકાશે નહી
ચંદ્રમા સાથે અથડાશે રોકેટનો ટુકડો
પૃથ્વી પરથી મોકલવામાં આવ્યું હતુ રોકેટ
ચાઇનીઝ રોકેટનો ટુકડો અથડાશે
પૃથ્વી પરથી મોકલવામાં આવેલા રોકેટનો એક ટુકડો 4 માર્ચે ચંદ્રમાને ટકરાશે. અત્યાર સુધી અનુમાન હતુ કે આ ટુકડો ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા પ્રક્ષેપિત રોકેટ ફાલ્કન 9નો છે. પરંતુ હવે ખગોળશાસ્ત્રીઓએ ખુલાસો કર્યો છે કે આ ચીની અંતરિક્ષ એજન્સી દ્વારા મોકલવામાં આવેલા મિશન ચાંગની 5 ટી1નો રોકેટ લોન્ગ માર્ચનો છે.
ક્યારે અથડાશે ચંદ્રમાં સાથે ?
આ અથડામણ 4 માર્ચે ભારતીય સમય અનુસાર 06:02 વાગ્યે થશે. પ્લુટો પ્રોજેક્ટ માટે ખગોળશાસ્ત્રીય સોફ્ટવેર બનાવનાર બિલ ગ્રેએ ગયા મહિને દાવો કર્યો હતો કે ફાલ્કન 9ના ટુકડા ચંદ્ર પર અથડાશે. 11 ફેબ્રુઆરી 2015ના રોજ આ રોકેટ દ્વારા ડીપ સ્પેસ ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરી નામનો ઉપગ્રહ અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. સેટેલાઇટનું કામ પૃથ્વીથી કરોડો કિમી દૂર રહીને સૌર તોફાનની આગોતરી ચેતવણીઓ મોકલવાનું હતું. નાસાના જેટ પ્રોપલ્શન લેબના એન્જિનિયર જોનજીઓર્ગિનીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ફાલ્કન 9 ના ટુકડા ન થઇ શકે.
ચાઈનીઝ રોકેટ આ રીતે ચંદ્ર પર અથડાશે
ગૈરીએ 2014-15માં અન્ય પ્રક્ષેપણોની જાણકારી મેળવવાની શરુ કરી દીધી. જાણવા મળ્યુ કે 23 ઓક્ટોબર 2014એ ચીને પોતાનું ચાંગ 5ટી1 અંતરિક્ષ યાન રોકેટ લોન્ગમાર્ચને પોતાની રીતે મોકલ્યુ હતું. ચાંગ 5 2020માં ચંદ્રમાંથી માટી અને પથ્થરોના સેમ્પલ પૃથ્વી પર અધ્યયન માટે લાવ્યા. ખગોળ શા્સ્ત્રીઓને જાણવા મળ્યુ કે ત્રીજા ચરણનો ભાગ જ ચંદ્રમાને અથડાવા જઇ રહ્યો છે.
આ અથડામણ નહિ દેખાય
આ અથડામણ આપણે જોઇ શકીશું નહી કારણ કે ચંદ્રના એવા ભાગમાં થઈ રહ્યું છે જે આપણી પૃથ્વીના ટેલિસ્કોપ અથવા મોકલેલા ઉપગ્રહોની દૃષ્ટિની બહાર છે. બીજી તરફ ફાલ્કન 9 રોકેટનો ટુકડો ક્યાં ગયો? આ રહસ્ય વધી રહ્યું છે. અનુમાન છે કે આ ટુકડો સૂર્ય તરફ વધી રહ્યો છે. સંભવ છે કે સૂર્યની પરિક્રમા કરી રહ્યો હોય. પહેલા પણ ઘણા મિશનના ટુકડા આવુ કરી ચૂક્યા છે. પૂર્વમાં એક રહસ્યમયી વસ્તુ સૂર્યની પરિક્રમા કરતી જોવા મળી હતી. 2020માં ખબર પડી હતી 1966માં મોકલવામાં આવેલા નાસાનું રોબોટિક સર્વેયર મિશન રોકેટનો ટુકડો હતો.
યુઝર્સની ઉત્સુકતાથી થયો ખુલાસો
જૉન હોરાઇઝન નામનો એક વ્યક્તિ ઓનલાઇન ડેટાબેઝ ચલાવે છે. તેને પૂછવામાં આવ્યુ કે શું ચંદ્ર અથડાતો ટુકડો ફાલ્કન 9 જેવો જ છે ? આ સવાલને લઇને જૉનને તપાસ કરવાનું પ્રેરિત કર્યુ.
વૈજ્ઞાનિકોએ સ્વીકારી ભૂલ
ફરીથી વિશ્લેષણ કર્યા પછી, ગેરીને જાણવા મળ્યું કે ડીપ સ્પેસ ક્લાઈમેટ ઓબ્ઝર્વેટરીનું રોકેટ ચંદ્ર દ્વારા નહીં, પરંતુ સીધા માર્ગ પર મોકલવામાં આવ્યું હતું. તેઓએ પોતાની ભૂલ સ્વીકારતા જણાવ્યુ કે તેઓએ પોતાના અનુમાન પર વિચાર કરવો જોઇએ.