Team VTV01:59 PM, 15 Feb 21
| Updated: 02:02 PM, 15 Feb 21
ઓઇલ કંપનીઓએ સોમવારે પેટ્રોલ-ડિઝલનાં ભાવ આશરે 26 પૈસા પ્રતિલિટર વધાર્યા છે. જેનાં વધવાને લીધે પ્રિમિયમ અથવા એક્સ્ટ્રા પ્રિમિયમ કહેવાતા પેટ્રોલનાં ભાવ ઘણાં શહેરોમાં 100 રુપિયાને પાર પહોંચી ગયો છે.
પેટ્રોલ-ડિઝલમાં 26 પૈસાનો વધારો
ઘણાં શહેરોમાં પેટ્રોલ 100 રુપિયા પાર
ક્રુડ ઓઈલની કિંમતમાં સતત વધારો
99થી 100 રુપિયા પ્રતિ લિટર પેટ્રોલ
દેશનાં શહેરોમાં સામાન્ય પેટ્રોલ 99થી 100 રુપિયા પ્રતિલિટરની આસપાસ પહોંચી ગયુ છે એવુ લાગે છે કે થોડા સમયમાં 100 રુપિયાનો આંકડો પણ પાર કરી જશે. એટલુ જ નહીં પ્રિમિયમ અને એક્સ્ટ્રા પ્રિમિયમ કહેવાતા પેટ્રોલનાં ભાવ તો ઘણાં શહેરોમાં 100 કરોડને પાર પહોંચી ગયો છે.
રાજસ્થાનમાં 26મીએ જ 100ને પાર પહોંચ્યુ હતુ પેટ્રોલ
રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં એક્સ્ટ્રા પ્રિમિયમ વાળુ પેટ્રોલ તે 26 જાન્યુઆરીએજ 100 રુપિયાને પાર પહોંચી ગયું હતું. સોમવારે આ આંકડો 103.31 રુપિયાને પાર પહોંચી ગયો છે. જોરે સામાન્ય પેટ્રોલ પણ ત્યાં 99.49 રુપિયા પ્રતિ લિટર છે. તેવી રીતે રાજસ્થાનનાં હનુમાનગઢ અને બીકાનેરમાં પ્રિમિયમ પેટ્રોલ 100 રુપિયા લીટરની ઉપર વેચાઈ રહ્યું છે.
દિલ્હી-મુંબઈમાં 95.46 રુપિયા લીટર
ઉલ્લેખનીય છે કે ઓઈલ કંપનીઓએ સોમવારે પેટ્રોલ-ડિઝલનાં ભાવ આશરે 26 પૈસા પ્રતિલિટર વધારી દીધા હતા. આ વધારા બાદ દિલ્હી અને મુંબઈમાં સામાન્ય પેટ્રોલની કિંમત ક્રમશઃ 88.99 રુપિયા અને 95.46 રુપિયા લિટર થઈ ગઈ છે.
એક્સ્ટ્રા પ્રિમિયમ પેટ્રોલ 100 રુપિયા પાર
મહારાષ્ટ્રનાં પરભનીમાં તો રવિવારે જ એક્સ્ટ્રા પ્રિમિયમ પેટ્રોલ 100 રુપિયા પાર પહોંચી ગયુ હતું. જ્યારે રવિવારે પ્રિમિયમ પેટ્રેલની કિંમત 100.16 રુપિયા પહોચી ગઈ હતી. જોકે ત્યાં સામાન્ય પેટ્રોલ હવે 97.64 રુપિયા લિટર છે.
ક્રુડ આઈલની કિંમતમાં સતત વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બ્રેન્ટ ક્રૂડ 63 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયો હતો. જોકે ભારતમાં પેટ્રોલિયમની કિંમત ભારતીય બોસ્કેટમાં આવતાં જે ક્રૂડ ઓઈલ પર તે નિર્ભર કરે છે તેનાં ભાવની અસર 20થી 25 દિવસ બાદ જોવા મળે છે.