બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / petrol diseal price hike

મોંઘવારીમાં માર / ફરી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને, સૌથી વધુ કિંમત આ શહેરમાં

Published By: Divyesh

Last Updated: 02:47 PM, 22 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2021ના પહેલા મહીનામાં 7મી વખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે.

ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો થવા છતા ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાએ ઘરનનું બજેટ બગાડી નાંખ્યું છે. આજે રાજસ્થાનના જયપુરમાં પેટ્રોલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલની કિમતમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. જયપુરમાં ભાવ વધીને 92 રૂપિયા 96 પૈસા પ્રતિ લિટર જોવા મળ્યું. જ્યારે ડીઝલની કિંમત 85 રૂપિયા 01 પૈસા પ્રતિ લીટર થઇ છે. 

બે દિવસના વિરામ બાદ શુક્રવારના રોજ ઓઇલ કંપનીઓને પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતા દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં પેટ્રોલ 92 રૂપિયા પ્રતિ લીટરની ઉપર જોવા મળ્યું છે. આજે પેટ્રોલ ડિઝલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 

 

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેને આવતાની સાથે મહત્વપૂર્ણ પગલા લીધા છે, જેના કારણે દુનિયાભરની ઇકોનોમીમાં સેંટિમેંટ મજબૂત થશે. જેને લઇને ગુરુવારા શેરબજાર મજૂબત જોવા મળ્યું હતું. 

દેશના 4 મહાનગરોના ભાવ

આ વધારા સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 85.45 રૂપિયા અને ડીઝલ 75.63 રુપિયા પ્રતિ લિટર થઇ ગયું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલ 92.04 અને ડીજળ 82.40, ચેન્નાઇમાં પેટ્રોલ 88.07 અને ડીઝલ 80.90 રૂપિયા લીટર તેમજ કોલકાતામાં પેટ્રોલ 86.67 રૂપિયા અને ડીઝલ 79.23 રૂપિયા લીટર થઇ છે. 
 

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં થોડી નરમાશ જોવા મળી છે, જો કે બ્રેંટ ક્રૂડ 55 ડોલર પ્રતિ બેરલની ઉપર જોવા મળી રહ્યું છે. ભારતીય  બોસ્કેટમાં જે કાચુ તેલ આવે છે તે અંદાજે 20થી 25 દિવસ જૂન હોય છે એટલે આજે જે તેલનો ભાવ છે તેની અસર 20થી 25 દિવસ પછી જોવા મળી શકે છે. 

પેટ્રોલ-ડિઝલની કિંમતમાં નવો રેકોર્ડ

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ અને ડિઝલના સૌથી ઉંચા ભાવ જોવા મળ્યાં છે. શ્રીગંગાનગરમાં પેટ્રોલના ભાવ 97 રુપિયા 50 પૈસા પ્રતિ લીટર છે જે ડીઝલના ભાવ 89 રૂપિયા 18 પૈસા પહોંચ્યો છે. દેશમાં કોઇપણ ભાગમાં પેટ્રોલ-ડિઝલનો આટલો ભાવ નથી. રાજસ્થાનના આ જિલ્લામાં એકસ્ટ્રા  પ્રિમિયમનો ભાવ 100ની ઉપર પહોંચી ગયો છે. 

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમતતમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે, જે તમને આઇઓસીએલની વેબસાઇટ પરથી મેળવી શકીશું. 

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Petrol Price કિંમત ડીઝલ પેટ્રોલ Petrol Diseal Price

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ