People wasted 430 million years on smartphones in 365 days, billions spent on dating:
OMG /
લોકોએ 365 દિવસમાં સ્માર્ટફોન પર વેડફ્યા 43 કરોડ વર્ષ, ડેટિંગ પર ખર્ચ્યા અબજો: રિપોર્ટ
Team VTV12:02 PM, 17 Jan 22
| Updated: 12:03 PM, 17 Jan 22
ગત વર્ષે 365 દિવસમાં 43 લાખ કરોડ વર્ષ વીતાવી દીધા. એક સરવેના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
મોબાઇલ પર લોકો વીતાવી રહ્યા છે વધુ સમય
એક ખાનગી સંસ્થાના સરવેમાં કરવામાં આવ્યો દાવો
મોટી સ્ક્રીનનો ઘટી રહ્યો છે ઉપયોગ
આપણી દુનિયા જાણે જ મોબાઇલ પુરતી જ સીમિત રહી ગઇ છે. સંબંધો હોય કે પછી સંવેદના, મોબાઇલ પર જ ઠાલવવામાં આવે છે. મોબાઇલ વિના એક સેકન્ડ આપણને ચાલતુ નથી. કહેવાય છે કે કોઇપણ ટેકનોલોજીની તાબે ન થવુ જોઇએ. જરુર પુરતો જ ઉપયોગ કરવામાં તેની સમજદારી છે. પણ ના આવુ સમજે કોણ. નવરા હોઇએ કે ન હોઇએ મોબાઇલ વિના આપણને ચાલે જ નહી. ત્યારે એક સરવે પ્રમાણે એવી વિગતો બહાર આવી છે કે તમે જાણીને ચોંકી જશો. દુનિયાભરમાં લોકોએ 2021માં મોબાઇલ પર રેકોર્ડ 3.8 લાખ કરોડ કલાક વીતાવ્યા. જ્યારે મોબાઇલ યુઝર્સે 365 દિવસમાં 43,35,02,300 વર્ષ વિતાવી દીધા.એપ એની સ્ટેટ ઓફ મોબાઈલ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
સૌથી વધારે સમય લોકો મોબાઇલ પર વીતાવે છે
રિપોર્ટ અનુસાર, લોકો મોબાઈલ ફોન પર દિવસમાં સરેરાશ 4.8 કલાક વિતાવે છે. આ સમયગાળો તેમના જાગવાના કલાકોના ત્રીજા ભાગનો છે. 2021 સુધીમાં યુકેમાં દરરોજ ફોન પર વિતાવેલો સરેરાશ સમય ચાર કલાકનો હતો, જે વર્ષની વૈશ્વિક સરેરાશ 4.8 કલાક કરતાં ઓછો છે. જ્યારે મોબાઈલનો ઉપયોગ 2019માં દિવસમાં ત્રણ કલાકથી વધીને 2020માં દિવસમાં 3.7 કલાક થઈ ગયો છે.
મોટી સ્ક્રીનનો વપરાશ ઘટ્યો
2021નું વર્ષ તો રેકોર્ડ બ્રેકિંગ વર્ષ રહ્યુ, કારણ કે યુઝર મોબાઇલ લાઇફસ્ટાઇલને અપનાવવા અને મોટી સ્ક્રીનથી દૂરી બનાવીને રાખી છે. એપ એનીના સીઇઓ થિયોડોર ક્રાંત્ઝએ કહ્યુ કે મોટી સ્ક્રીનનો ઉપયોગ ધીરે ધીરે ઘટી રહ્યા છે. મોબાઇલ પર સમય વીતાવવોએ ડાઉનલોડ કરવુ અને કમાણી કરવા સહિતની તમામ શ્રેણીનો રેકોર્ડ તોડી રહ્યા છે.
ડેટિંગ એપ પર $4.2 બિલિયન ખર્ચ્યા
ગયા વર્ષે લોકોએ ડેટિંગ એપ્સ પર $4.2 બિલિયન કરતાં વધુ ખર્ચ કર્યા હતા. આ આંકડો 2020 કરતા 55 ટકા વધુ છે. છેલ્લા વર્ષમાં, વિશ્વભરના મોબાઇલ વપરાશકર્તાઓએ ફક્ત તમામ એપ્લિકેશનો પર 170 અબજ ડોલર ખર્ચ્યા છે. જે 2020ની સરખામણીમાં 19 ટકા વધુ છે.
ભારતમાં 448 મિલિયન યુઝર્સ
ભારતીયો સોશિયલ મીડિયા પર સરેરાશ 2.25 કલાક વિતાવે છે, જે વૈશ્વિક સરેરાશ પ્રતિ દિવસ 2.5 કલાક કરતા થોડો ઓછો છે. ભારતમાં સોશિયલ મીડિયા યુઝર્સની સંખ્યા 2021માં 448 મિલિયન સુધી પહોંચી ગઈ છે. ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા 624 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે ભારતની વસ્તીના 45 ટકા છે.
આ દેશોમાં સૌથી વધુ વપરાય છે મોબાઇલ
બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાના લોકો રોજના 5 કલાક મોબાઈલ પર વીતાવે છે. તે પછી મેક્સિકો, ભારત અને જાપાનનો નંબર આવે છે..જ્યારે અમેરિકનો મોબાઈલ પર 4.1 કલાક વિતાવે છે, જે ટીવી જોવાના સમય (3.1 કલાક) કરતા વધુ છે.
ફેસબુક અને ટિકટોક છે ફેવરિટ
વિશ્વભરમાં મોબાઈલ યુઝર્સ સૌથી વધુ સમય ફેસબુક, ટિકટોક અને યુટ્યુબ પર વિતાવે છે. દર 10 મિનિટમાંથી 7 મિનિટ આ એપ્સ પર ખર્ચવામાં આવે છે. જેમાં ટિકટોક સૌથી આગળ છે.