કંપની Paytm એ વેલેન્ટાઈનને લગતી પોતાની એક વીડિયો એડ રિલીઝ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
Paytmએ બનાવી વેલેન્ટાઈન એડ
યુઝર્સે કર્યું રીએક્ટ
એડમાં વગડતા ગીતના બોલ
Paytm-Valentine's Week 2022: ફેબ્રુઆરીમાં આવવાવાળું વેલેન્ટાઈન વીક દરેક કપલ માટે ખાસ મહત્વ ધરાવે છે. આવામાં ડિજીટલ પેમેન્ટ (Digital Payment) કંપની Paytm એ પોતાની એક વીડિયો એડ રિલીઝ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો યૂઝર્સએ જાતજાતની કોમેન્ટો પણ કરી છે. તો આવો જાણીએ શું ખાસ છે valentine's week પર રિલીઝ થયેલ Paytm ના આ વીડિયોમાં...
હકીકતે, Paytm એ વેલેન્ટાઈન વીકના પહેલા દિવસે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ ટવીટ્ર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં કેપ્શન છે કે 'દિલ કે અકાઉન્ટ સે Paytm કરો.' 3 મિનિટ 17 સેકન્ડના આ વીડિયોમાં બતાવવાની કોશિશ થઇ છે કે કેવી રીતે Paytmના માધ્યમથી online payment કરી જીવન સરળ બનાવી શકાય છે.
Paytmએ વધારી કપલની લવ સ્ટોરી!
Paytmના આ વીડિયોને એક કપલ ફોકસ કરી બનાવાયો છે, જેમાં એક પછી એક તમામ લોકો કપલને Paytmથી પેમેન્ટ કરી તેમની લવ સ્ટોરીને આગળ વધારવામાં મદદ કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં યુવકને તેના પેરેન્ટ્સ ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવા માટે પૈસા દેતા જોવા મળે છે. હજારો યુઝર્સે આ વીડિયો પર રીએક્ટ કર્યું છે.
યુઝર્સે કર્યું રીએક્ટ
valentine's week પર રિલીઝ થયેલ Paytmના આ વીડિયો પર યુઝર્સે જાતજાતની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈને આ વીડિયો અત્યંત દિલચસ્પ લાગ્યો તો કોઈને બનાવટી. એક યુઝર્સે લખ્યું કે વીડિયોમાં creativity તથા emotional ટચ છે તો એક અન્ય યુઝર્સે લખ્યું કે ક્યા ઘરમાં પેરેન્ટ્સ પોતાના બાળકોને ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જવા પૈસા આપે છે?
Creativity and emitional touch by @Paytm
I wish this could happen in reality. But you won hearts of many with this Ad. 👏👏👏🙂🙂🙂 https://t.co/Nc6NJfxz0E
એક યુઝર્સે આને ડ્રીમ વર્લ્ડનો વીડિયો કહ્યું તો એકે કહ્યું કે ક્યાં કઈ ફેમીલીમાં આવું થાય છે? એક યુઝર્સે કહ્યું કે જો હું ઘરનાઓ પાસે ડેટ પર જવા પૈસા માંગુ તો તેઓ મને ઘરમાંથી કાઢી મુકશે. મારશે એ અલગ.
Ase koun se parents hai jo apne bacho ko encouragement karte yeh sab ke liye, Ager mujhe dekh le ladki ke sath maare alag or bejati or kare dusaro ke samane 😂😅💯💯
Aapko kya lagta hai??@Paytm@PaytmTicketshttps://t.co/abnYDutE3X
અમુક યુઝર્સે કહ્યું એડ તો ખૂબ જ સારી છે પરંતુ અમારી સાથે આવું ક્યારેય બન્યું નથી. ઘણા લોકોએ તો એવું પણ કહ્યું કે સિંગલ્સ લોકો માટે તો આ એડ છે જ નહિ!
આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં આ સુરીલું ગીત પણ સાંભળવા મળે છે, જેના બોલ છે: અરમાનો કે સિક્કે
પોકેટ મેં ભરે
હમ ચલે હૈ
ઔર દોસ્તોસે
થોડી ધૂપ ઉધાર લિયે
હમ ચલે હૈ