બ્રેકિંગ ન્યુઝ
VTV / Patient in Maharashtra's Pimpri-Chinchwad, who tested positive for Omicron variant, dies of heart attack
Hiralal
Last Updated: 10:03 PM, 30 December 2021
ADVERTISEMENT
ભારતમાં હાલમાં ઓમિક્રોન કેસનો આંકડો 1000ને પાર પહોંચ્યો છે. ત્યારે હવે દેશમાં ઓમિક્રોનથી પહેલું મોત થયું છે. મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડની મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલમાં 28 ડિસેમ્બરે હૃદયરોગના હુમલાથી 52 વર્ષીય દર્દીનું મોત નીપજ્યું હતું. તેના નમૂનાઓનો જીનોમ સિક્વન્સ રિપોર્ટ ગુરુવારે આવ્યો હતો જેમાં તે ઓમાઇક્રોન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
A 52-year-old man with a travel history to Nigeria died of heart attack in Pimpri Chinchwad on Dec 28. The death of the patient is due to non-COVID reasons. Today's NIV report reveals that he was infected with #Omicron variant of coronavirus: Maharashtra Health Department https://t.co/14UzGVEj87
— ANI (@ANI) December 30, 2021
ADVERTISEMENT
જાણો કોણ હતો દર્દી
ઓમિક્રોન પોઝિટીવ 52 વર્ષીય દર્દી તાજેતરમાં નાઇજીરિયાથી પાછો ફર્યો હતો. તે ૧૩ વર્ષથી ડાયાબિટીસથી પીડાતો હતો. જોકે મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે ઓમિક્રોન દર્દીનું મૃત્યુ નોન-કોવિડ કારણોસર થયું હતું. રાજ્યના જાહેર આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ એક યોગાનુયોગ છે કે આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવેલા મૃતકોના નમૂનાઓના અહેવાલમાં તે ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.
ઓમિક્રોનથી મોતનો દેશનો પહેલો કિસ્સો
ઓમિક્રોનથી મોતનો દેશનો આ પહેલો કિસ્સો છે. કર્ણાટકમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોન વેરિયન્ટનો પહેલો કેસ સામે આવ્યો હતો જે પછી લગભગ એક મહિના બાદ ઓમિક્રોને પહેલો ભોગ લીધો હતો.
મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રોનના આવ્યાં 198 કેસ, એકલા મુંબઈમાં 190
મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રોન બ્લાસ્ટ થયો છે. મહારાષ્ટ્રમાં ગુરુવારે ઓમિક્રોનના 198 નવા કેસ નોંધાયા હતા. એકલા મુંબઈમાં જ ઓમિક્રોનના 190 કેસ નોંધાયા હતા. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3671 કેસ નોંધાયા છે, જોકે એકપણ દર્દીનું મોત થયું નથી. મુંબઈમાં હજુ 4 એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે 88 બિલ્ડિંગ સીલ્ડ છે. આ પહેલા બુધવારે 2510 કેસ સામે આવ્યા હતા.
Maharashtra reports 5,368 fresh COVID cases (a jump of 1,468 over yesterday's numbers), 1,193 recoveries, and 22 deaths today, taking active cases to 18,217
— ANI (@ANI) December 30, 2021
The number of #Omicron cases rises to 450, with the state recording 198 cases of the variant today pic.twitter.com/UJLyPfq1Fs
દેશમાં ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓની સંખ્યા પહોંચી 1000ને પાર
મહારાષ્ટ્રના આજના એક દિવસના 198 કેસની સાથે ભારતમાં કુલ ઓમિક્રોન પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1002 થઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.