pathaan box office collection revives gulf marke for indian films shah rukh starrer tops us uk australia
ધૂમ બિઝનેસ /
ખાડી દેશોમાં Pathaan નો જોરદાર ક્રેઝ, USAમાં આંકડો 100 કરોડને પાર, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં ટોપ
Team VTV02:31 PM, 06 Feb 23
| Updated: 04:21 PM, 06 Feb 23
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' બૉક્સ ઑફિસ પર કલેક્શનનો પહાડ ઉભો કરી રહી છે. 12 જ દિવસમાં ફિલ્મે લગભગ દરેક માર્કેટ, દરેક પ્રદેશમાં ધૂમ બિઝનેસ કર્યો છે. વિદેશના માર્કેટમાં ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ તો બનાવ્યાં છે, પરંતુ સારી વાત એ છે કે કોરોના બાદ સંઘર્ષ કરી રહેલી ભારતીય ફિલ્મો માટે નવા દરવાજા ખોલ્યા છે.
માત્ર 12 દિવસમાં જ પઠાણ ફિલ્મે દરેક પ્રદેશમાં ધૂમ બિઝનેસ કર્યો
વિદેશના માર્કેટમાં ફિલ્મે કમાણીના નવા રેકોર્ડ બનાવ્યાં
ખાડી દેશોના માર્કેટમાં મહામારી બાદ નવો રેકોર્ડ બન્યો
પઠાણનુ નેટ ઈન્ડિયા કલેક્શન 430 કરોડની નજીક
પઠાણની કમાણી તાજેતરમાં ખૂબ ચર્ચામાાં છે. 4 વર્ષ બાદ થિયેટરોમાં હીરો બનીને પાછા ફરેલા શાહરૂખ ખાનની ફિલ્મે 12 દિવસમાં બૉક્સ ઑફિસ પર તમામ મોટા રેકોર્ડ પાછળ રાખી દીધા છે. થિયેટરમાં બે વિકેન્ડ જોઈ ચૂકેલી પઠાણનુ નેટ ઈન્ડિયા કલેક્શન 430 કરોડની નજીક પહોંચી ગયુ છે. જ્યારે વર્લ્ડવાઈડ ફિલ્મનુ ગ્રોસ કલેક્શન 850 કરોડના વિશાળ આંકડાની નજીક છે.
ખાડી દેશોમાં નવો રેકોર્ડ
સાઉદી અરેબિયા, કુવૈત, કતાર જેવા દેશોને મળીને બનેલા ખાડી દેશોના માર્કેટમાં મહામારી બાદ ભારતીય ફિલ્મો અહીં પહેલા જેવી ધૂમ કમાણી કરી શકતી નહોતી. લૉકડાઉન બાદ રીલીઝ થયેલી મોટી ભારતીય ફિલ્મોમાં, ગલ્ફ એટલેકે ખાડી દેશોમાં સૌથી મોટુ કલેક્શન યશની કેજીએફ ચેપ્ટર 2એ કર્યુ હતુ. ખાડી દેશોમાં તેનુ ગ્રોસ કલેક્શન આશરે 2.17 મિલિયન ડૉલર એટલેકે લગભગ 17.89 કરોડ રૂપિયા રહ્યું. ત્યારબાદ આવેલી રણબીર કપૂરની બ્રહ્માસ્ત્રએ આ માર્કેટમાં 17.31 કરોડ (2.1 મિલિયન ડૉલર) ગ્રોસ કલેક્શન કર્યુ. જ્યારે આ બંને પહેલા આવેલી અક્ષય કુમારની સૂર્યવંશીનુ કલેક્શન 15.66 કરોડ રૂપિયા રહ્યું હતુ.
માત્ર 12 જ દિવસમાં 90 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી
પઠાણ ગલ્ફ દેશોમાં આ ત્રણેય ફિલ્મોની કમાણીને પાછળ રાખીને માત્ર 12 જ દિવસમાં 90 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. શાહરૂખના સ્ટારડમનો જલવો કહો અથવા પછી તેને સ્ક્રીન પર પાછા આવ્યાંની આતુરતા, પરંતુ આ માર્કેટમાં માત્ર 12 જ દિવસમાં શાહરૂખ ખાનની પઠાણ સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઇ છે. આ ફિલ્મોથી પણ વધુ, જે કોરોના પહેલા રીલીઝ થઇ હતી.
USAમાં 100 કરોડ પાર
અમેરિકામાં શાહરૂખ ખાનની સારી ફોલોઈંગ છે અને આ વાત પઠાણનુ કલેક્શન પણ સાબિત કરે છે. રિપોર્ટ્સ જણાવે છે કે USA બૉક્સ ઑફિસ પર શાહરૂખની ફિલ્મ સૌથી મોટી બોલીવુડ ફિલ્મ બની ગઇ છે અને અહીં તેની કમાણી 14 મિલિયન ડૉલરથી વધુ થઇ રહી છે. એટલેકે માત્ર અમેરિકન માર્કેટથી જ પઠાણ 115 કરોડ રૂપિયાથી વધુનુ ગ્રોસ કલેક્શન કરી ચૂકી છે.