બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Patchup between Kartik Aryan and Sara? The pictures that went viral that the poll was opened

દો દિલ મિલ રહે હૈં / કાર્તિક આર્યન અને સારા વચ્ચે થઈ ગયું પેચઅપ? વાયરલ થઈ એવી તસવીરો કે ખૂલી ગઈ પોલ

Megha

Last Updated: 04:08 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્તિક આર્યન અને સારા અલી ખાને રવિવારે રાત્રે એક જ જગ્યા પરથી કેટલીક અલગ અલગ તસવીરો શેર કરી હતી.જો કે બંને કોઈ ફોટોમાં એક સાથે જોવા મળ્યા ન હતા પણ..

  • કાર્તિક આર્યન અને સારા અલી ખાનની તસવીરો થઈ વાયરલ 
  • બંને એ એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું
  • હંમેશા આસપાસ દેખાય છે કાર્તિક-સારા 

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેના સંબંધ હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. ફિલ્મ 'લવ આજ કલ 2' ફિલ્મથી બનેલ કપલ તેમના નવા વર્ષની ઉજવણી માટે હાલ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે. જણાવી દઈએ કે કાર્તિક આર્યન અને સારા અલી ખાને રવિવારે રાત્રે એક જ જગ્યા પરથી કેટલીક અલગ અલગ તસવીરો શેર કરી હતી.જો કે બંને કોઈ ફોટોમાં એક સાથે જોવા મળ્યા ન હતા પણ બંનેનું સ્ટેટસ જોઈને અંદાજ લગાવી શકાય છે કે એ બંને એક જ જગ્યા પર સાથે હતા. 

બંને એ એકસાથે નવું વર્ષ સેલિબ્રેટ કર્યું હતું
જણાવી દઈએ કે 'લવ આજ કલ-2' ના શૂટિંગ દરમિયાન કાર્તિક આર્યન અને સારા અલી ખાન વચ્ચેના સંબંધોને લઈને બંને ઘણી ચર્ચાનો ભાગ બન્યા હતા.જોકે, ફિલ્મ ફ્લોપ થઈ ગયા બાદ બંને દૂર થઈ ગયા હતા.પણ હાલ 31 ડિસેમ્બરની પાર્ટીને લઈને બંનેના સોશિયલ મીડિયા સ્ટેટસ વિશે વાત કરી તો સારા અલી ખાને ગ્લાસ ક્રિસમસ ટ્રીમાં ઉભેલી એક તસવીર શેર કરી જેમાં તેણે તેના લોકેશન Claridgeને ટેગ કર્યું હતું.

હંમેશા આસપાસ દેખાય છે કાર્તિક-સારા 
તે જ સમયે એ જગયા પરથી કાર્તિક આર્યને એક રેસ્ટોરન્ટની બહાર ચાની ચૂસકી લેતા તેમની તસવીર શેર કરી હતી.કાર્તિક આર્યને કેપ્શનમાં લખ્યું- મારા માટે માત્ર બ્લેક ટી. જણાવી દઈએ કે જ્યારે કાર્તિક આર્યન પેરિસમાં હતો ત્યારે સારા અલી ખાન તેના ભાઈ સાથે લંડન જઈ રહી હતી. બંને પોતાના સંબંધોને લઈને હંમેશા ચૂપ રહ્યા છે પણ ઘણી જગ્યા પે બંને એક સાથે નજર આવે છે. 

કાર્તિક આર્યન અને સારા હજુ પણ સાથે છે
ભલે આવા સમાચાર ઘણી વખત આવ્યા જ્યારે કહેવામાં આવ્યું કે કાર્તિક આર્યન અને સારા અલી ખાન અલગ થઈ ગયા છે પણ કોઈપણ જાહેર કાર્યક્રમમાં કે કોઈ એવોર્ડ શોમાં બંને હસતા અને ઘણી વાતો કરતા નજર આવ્યા છે. હવે નવા વર્ષ પર બંનેની તસવીરોથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કાર્તિક અને સારા ભલે લોકો સામે અને દેખાડો કરવા અલગ થઈ ગયા હોય પણ ક્યાંકને ક્યાંક આ સુંદર કપલ હજી પણ સાથે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Kartik aaryan Sara Ali Khan કાર્તિક આર્યન સારા અલી ખાન Kartik Aaryan and sara ali khan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ