ખાનગી વાહન ચાલકે ST બસના ડ્રાઇવરને માર મારતા હોબાળો, તાવડીયા ચોકડી પાસે ચક્કાજામ

By : kavan 03:23 PM, 05 November 2018 | Updated : 03:23 PM, 05 November 2018
પાટણના સિદ્ધપુર પાસે ખાનગી વાહન ચાલકે ST બસ ચાલકને માર મારતા હોબાળો થયો છે. બસ ચાલકને વાહનચાલકને માર મારતા અન્ય બસચાલકોએ વિરોધ કર્યો હતો. બસ ચાલકોએ અનેક રૂટની બસો રોકીને વિરોધ નોંધાવ્યો છે.

20થી વધુ બસો રોકીને તાવડીયા ચોકડી પાસે બસ ચાલકોએ ચક્કાજામ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુરથી અમદાવાદ જતી બસના ચાલકને શખ્સે માર માર્યો હતો. આ ઘટનામાં બસ ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ ઈજાગ્રસ્ત બસ ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.



ઉલ્લેખનીય છે કે, સિદ્ધપુરથી અમદાવાદ તરફ રાજ્યના પરિવહન નિગમની એક બસ આવી રહી હતી ત્યારે રસ્તામાં એક ખાનગી વાહન ચાલક સાથે શાબ્દિક બોલાચાલી થઇ હતી.

જે થોડાં સમય બાદ આ બોલચાલ મારામારી તરફ વળી જેમાં ખાનગી વાહન ચાલકે બસ ડ્રાઇવરને માર મારતા ઇજાગ્રસ્ત થયો હતો. જો કે આ મામલાની જાણ અન્ય એસ.ટી ચાલકોને થતાં હોબાળો મચાવ્યો હતો અને આ ઘટનાને વખોડી કાઢી હતી.



Recent Story

Popular Story