parnera dungar goddess trimukhi chamunda top spritiual places gujarat
ચૈત્ર નવરાત્રી /
ત્રિમુખી ચામુંડા માતાજી: વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં માતાજીના ત્રણ સ્વરૂપના એકસાથે થાય છે દર્શન
Team VTV12:34 PM, 22 Mar 23
| Updated: 01:00 PM, 22 Mar 23
માતા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ મોટો ડુંગર ચડવો પડે છે.
અહીં છે વિશ્વના એકમાત્ર ત્રિમુખી ચામુંડા માતાજી
માતાજીના ત્રણ સ્વરૂપના એકસાથે થાય છે દર્શન
અનોખો છે તેનો ઈતિહાસ
ચૈત્રી નવરાત્રીના પર્વનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ છે. નવ દિવસ સુધી નવરાત્રી પર દેવી દુર્ગાની ઉપાસના અને વ્રત રાખવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ-વિધાનથી માતાના આરાધના પર્વની શરૂઆત થાય છે.
એવામાં ગુજરાતના વલસાડથી 8 કિમી દૂર પારનેરાનાં ડુંગર પર આવેલા કિલ્લામાં માતા ચંડિકા, અંબિકા, નવ દુર્ગા અને મહાકાળી બિરાજમાન છે. કહેવામાં આવે છે કે આ પેશ્વા સમયનો કિલ્લો છે. જ્યાં માતાજી ચામુંડાની વિશ્વની એકમાત્ર ત્રીમુખી પ્રતીમા છે.
માતાજીના ડુંગર પર જવા માટે છે 1000 પગથિયા
માતા ચામુંડા ઉંચા ડુંગર પર બિરાજમાન છે અને ભક્તો પર પોતાનો આશીર્વાદ વરસાવે છે. માતાજીના ડુંગર પર જવા માટે ભક્તોએ મોટો ડુંગર ચડવો પડે છે. જ્યાં 1000 પગથિયા છે. આ ડુગર પર ચડવા માટે ટ્રસ્ટ દ્વારા સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
આઠમના મેળામાં ઉમટી પડે છે ભીડ
ડુંગર પર જતા વચ્ચે કિલ્લાની દક્ષિણમાં ગુફામાં મહાકાળી માતાનું સ્થાનક છે. બન્ને મંદિરો વચ્ચે વાવ પણ છે. આસો મહિનામાં આઠમ પર અહીં મેળો ભરાય છે જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. માતાજીનાં મંદિરમાં નવરાત્રી વખતે ગરબો રમવાથી ભક્તોની મનોકામના પુરી થાય છે. અહીં 3 લાખ જેટલા લોકો મેળામાં ભાગ લેવા આવે છે.
અહીં આવેલો છે ઐતિહાસિક કિલ્લો
શિવાજી મહારાજનો ઐતિહાસિક કિલ્લો પારનેરાનાં આ ડુંગર પર આવ્યો છે. સાથે જ પેશ્વા સમયની અહીં 3 ઐતિહાસિક વાવ આવેલી છે. આ વાવમાં પાણી હજુ સુધી ઘટ્યું નથી. લોકો દૂર દૂરથી તે જોવા માટે આવે છે.
માતાજીના મંદિરમાં સવાર સાંજ આરતી થાય છે. આ યાત્રાધામ ઘણા લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં કોઈ પગ પાળા આવે છે તો કોક પગથિયે સાથિયો પુરે છે, તો ઘણા લોકો પગથીયા પર ફૂલ મુકીને વિવિધ પ્રસાદ ધરાવે છે.
અનોખો છે મંદિરનો ઈતિહાસ
શિવાજી જ્યારે સુરતમાં લૂંટ કરી મહારાષ્ટ્ર તરફ જતા હતા ત્યારે તેમને પારનેરા ડુંગર પર રોકાયા હતા અને માતાજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. તે સમયે શિવાજી પર હુમલાનો પ્રયાસ થયો હતો.
ત્યારે ચામુંડા માતાએ શિવાજીને એક ઘોડો અને તલવાર આપી જે તેમણે કિલ્લા પરથી કુદાવી દીધો હતો અને નદીના બીજા કાંઠે પહોંચ્યા હતા. તેમાં શિવાજીનો જીવ બચ્યો હતો.