બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અજબ ગજબ / Parents beware! Even a 1 rupee balloon will take a child's life, death can happen as soon as it explodes

યુપીનો કિસ્સો / માતા-પિતા ચેતજો! 1 રૂપિયાનો ફુગ્ગો પણ બાળકનો લઈ લેશે જીવ, રમત રમતમાં ફૂટતા જ થઈ શકે છે મોત

Megha

Last Updated: 10:13 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળપણમાં ફુગ્ગા કોને પસંદ નથી? બાળકો ફુગ્ગા ખરીદવા માટે આગ્રહ કરે છે પણ યુપીમાં આ ફુગ્ગાએ એક માસુમ બાળકનો જીવ લીધો છે.

  • યુપીમાં એક ફુગ્ગાએ માસુમ બાળકનો જીવ લીધો 
  • બાળક બલૂન ફુલાવી રહ્યો હતો ત્યારે અચાનક ફાટી ગયો
  • ફુગ્ગાનો ટુકડો બાળકની શ્વાસનળીમાં અટવાઈ ગયો હતો 

એવી ઘણી રીતો છે જેમાં વ્યક્તિ મરી શકે છે. પરંતુ જ્યારે દુકાનમાંથી લાવવામાં આવેલ 1 રૂપિયાનો બલૂન કે ફુગ્ગો મૃત્યુનું કારણ બને એવું સાંભળ્યું છે? આવી જ એક ઘટના હાલ સામે આવી છે. યુપીના અમરોહામાં બલૂનના કારણે એક બાળકનું મોત થયું હતું. 

વાત એમ છે કે દુકાનમાંથી રમવા માટે પોતાના માટે એક ફુગ્ગો લાવ્યો હતો. તે તેના સાથી બાળકો સાથે ઉભો હતો ત્યારે બલૂન ફુલાવી રહ્યો હતો. ત્યારે તે અચાનક ફાટ્યો અને તેનો એક ટુકડો બાળકના ગળામાં જઈને શ્વાસનળીમાં અટવાઈ ગયો અને તેનો શ્વાસ રૂંધાવવા લાગ્યો હતો. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બલૂનને કારણે મોતની આ ઘટના અમરોહાના ગજરૌલામાં બની હતી. મૃતક બાળક માત્ર 10 વર્ષનો હતો. તે 5મા ધોરણમાં ભણતો હતો. ઘટનાના દિવસે તે પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. એ સમયે તે બાળક બલૂન ફુલાવી રહ્યો હતો ત્યારે અચાનક તે ફાટી ગયો, જેના કારણે બાળકના ગળામાં બલૂનનો ટુકડો ફસાઈ ગયો. બાળકને સખત દુખાવો થવા લાગ્યો, બાળક ચીસો પાડવા લાગ્યો. તેના પરિવારજનો ડોક્ટર પાસે દોડી આવ્યા હતા. ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી પરંતુ બાળકનું મૃત્યુ થયું હતું. 

બાળકનો શ્વાસ કેમ અટકી ગયો?
બલૂન બાળકની ગરદનની અંદર ઊંડે સુધી ફસાઈ ગયો હતો, જેના કારણે તેને બચાવવો મુશ્કેલ બન્યો હતો. જણાવી દઈએ કે બલૂન રબર, લેટેક્સ, પોલીક્લોરોપ્રીન અને પ્લાસ્ટિક વગેરેથી બનેલું છે. હવા તેમાંથી પસાર થઈ શકતી નથી. આ કારણે બાળકની શ્વાસનળીમાં બલૂન અટવાઈ જતાં તે શ્વાસ લઈ શકતો ન હતો અને તેનું મોત થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ