બ્રેકિંગ ન્યુઝ
VTV / PAN or Aadhaar made mandatory for cash deposits or withdrawals above Rs 20 lakh
ADVERTISEMENT
સરકારે ચાલુ ખાતું ખોલાવવા સાથે જ નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવા કે ઉપાડવા માટે આધાર અથવા પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફરજિયાત કરી દીધો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષમાં બેન્કો પાસેથી મોટી રકમની લેવડદેવડ કરવા માટે પાન નંબરની માહિતી અથવા આધારનું બાયોમેટ્રિક વેરિફિકેશન આપવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત બેંક કે પોસ્ટ ઓફિસમાં કરન્ટ એકાઉન્ટ કે કેશ ક્રેડિટ એકાઉન્ટ પણ ખોલાવવું જરૂરી રહેશે.
પાન અને આધાર વગર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે સરકારનું નોટિફિકેશન
ADVERTISEMENT
પાન અને આધાર વગર નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા લોકો માટે સરકારે એક નોટિફિકેશન જારી કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ઈન્કમ ટેક્સ રુલ્સ 2022 નામના નવા નિયમો બનાવ્યાં છે. નવા નિયમ પ્રમાણે, નીચેના ટ્રાન્ઝેક્શન માટે પાન અને આધાર ફરજિયાત છે.
આ ત્રણ નિયમ
(1) એક નાણાકીય વર્ષમાં એક કે એકથી વધારે એકાઉન્ટમાં 20 લાખ કે તેનાથી વધારે રકમ જમા કરાવનાર લોકોએ ફરજિયાત આધાર અને પાન કાર્ડ આપવું પડશે.
(2) એક નાણાકીય વર્ષમાં એક કે એકથી વધારે એકાઉન્ટમાં 20 લાખ કે તેનાથી વધારે રકમ ઉપાડનાર લોકોએ પણ આધાર અને પાન આપવું પડશે.
(3) કોઈ બેન્કિંગ કંપની, કો-ઓપરેટીવ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં કોઈ વ્યક્તિ દ્વારા કેશ ક્રેડિટ એકાઉન્ટ તો કરન્ટ એકાઉન્ટ ખોલાવવું.
ADVERTISEMENT
શું છે નિયમ?
નિયમ મુજબ જો કોઇ વ્યક્તિને પાનની જાણકારી આપવાની જરૂર હોય, પરંતુ તેની પાસે પાન ન હોય તો તે આધારની બાયોમેટ્રિક ઓળખ આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.