બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Pakistan's exposure! Dawood is hiding in Karachi.

ખુલાસો / પાકિસ્તાનનો પર્દાફાશ! કરાંચીમાં જ છુપાઈને બેઠો છે દાઉદ, જાણો કોણે કર્યો આવો દાવો

ParthB

Last Updated: 12:32 PM, 24 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાણીયાએ ED સમક્ષ મોટો ખુલસો કરતાં કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ હાલ પાકિસ્તાનના કરાચીમાં રહે છે.

  • અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છે
  • આ વાતનો ખુલાસો દાઉદ ઈબ્રાહિમના ભાણીયા  અલીશાહ પારકરે કર્યો 
  • આ પહેલા ભારત ઘણી વખત કહી ચૂક્યું છે કે દાઉદ કરાચીમાં રહે છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઠેકાણાનો ખુલાસો તેના જ ભાણીયાએ કર્યો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ઠેકાણાનો ખુલાસો તેના જ ભત્રીજા અલીશાહ પારકરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કર્યો છે. તેણે EDને જણાવ્યું કે દાઉદ પાકિસ્તાનના કરાચીમાં રહે છે. તમને જણાવી દઈએ કે અલીશાહ પારકર દાઉદની બહેન હસીના પારકરનો પુત્ર છે. થોડા વર્ષો પહેલા હસીના પારકરનું મુંબઈમાં અવસાન થયું હતું. હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે. 

EDએ દાઉદના ભાણીયાને પૂછપરછ માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા

EDએ આ જ કેસમાં હસીના પારકરના પુત્ર અલીશાહ પારકરની પણ પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે આ માહિતી EDને આપી છે. EDએ દાઉદના ભત્રીજાને પૂછપરછ માટે ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા. ભારત ઘણા વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે જણાવે છે કે દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના પાડોશી દેશ કરાચી શહેરમાં રહે છે. એટલું જ નહીં, ભારતે પાકિસ્તાનને મોકલેલા તેના ડોઝિયરમાં દાઉદના ઠેકાણાનો પણ ખુલાસો કર્યો છે. આમ છતાં પાકિસ્તાને હંમેશા એ વાતનો ઈન્કાર કર્યો છે કે દાઉદ તેમની ધરતી પર રહે છે.

મારો જન્મ થયો તે પહેલાં દાઉદ ઈબ્રાહીમ દુબઈ જતો રહ્યો 

અલીશાહ પારકરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું કે તેના મામા દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છે. મારા જન્મ પહેલાં જ તે મુંબઈ છોડીને દુબઈ આવી ગયો હતો. તેણે EDને એમ પણ કહ્યું કે દાઉદ ઈબ્રાહિમ મારા મામા છે. તેઓ 1986 સુધી મુંબઈના ડમ્બરવાલા બિલ્ડીંગમાં રહેતા હતા. તેણે કહ્યું કે મેં મારા ઘણા સંબંધીઓ પાસેથી આ સાંભળ્યું છે કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં રહે છે.

હવે તેમની સાથે કોઈ સંપર્કમાં નથી

અલીશાહ પારકરે EDને એમ પણ કહ્યું કે જ્યારે તે ભારતથી દુબઈ ગયો હતો ત્યારે મારો જન્મ પણ નહોતો થયો. આ સિવાય હું કે મારા પરિવારનો કોઈ સભ્ય તેના સંપર્કમાં નથી. તેણે કહ્યું કે મારે તેને એ પણ કહેવું છે કે ક્યારેક ઈદ કે અન્ય તહેવારો પર મારા મામા દાઉદ ઈબ્રાહિમની પત્ની મેહજબીન મારી પત્ની આયશા અને મારી બહેનો સાથે વાત કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ