પાકિસ્તાનની આર્થિક હાલત સુધારવા મદદે આવ્યા ગદર્ભ, કરી આપશે કરોડોની કમાણી

By : vishal 09:50 PM, 08 February 2019 | Updated : 09:50 PM, 08 February 2019
પોતાની આતંકી પ્રવૃત્તિ માટે સમગ્ર દુનિયામાં નંબર વન પાકિસ્તાન ગદર્ભની સંખ્યામાં ત્રીજા નંબરે છે. પાકિસ્તાનમાં એટલા બધા ગદર્ભ વધી ગયા છે કે, પાકિસ્તાન તેને એક્સપોર્ટ કરી કરોડોની રૂપિયાની કમાણી કરી રહ્યું છે. પોતાના ખોટા ઈરાદા અને આતંકને પ્રોત્સાહન આપવાને કારણે પાકિસ્તાનની આર્થિક કંગાળી વેઠી રહ્યું છે. ત્યારે આ કંગાળીમાં થોડી રાહત આપવા માટે વ્હારે આવ્યા છે. પાકિસ્તાનના ગદર્ભ.. જિંહા પાકિસ્તાન પોતાના લાખો ગદર્ભ ચીનને વેચીને કમાશે કરોડો રૂપિયા. જુઓ આ અહેવાલ.

પોતાની આતંકી પ્રવૃત્તિઓ માટે સમગ્ર દુનિયામાં વગોવાયેલું પાકિસ્તાન હવે ગદર્ભો વેચવા જઈ રહ્યું છે. કારણ કે, પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, દેશ ગમે ત્યારે કંગાળ જાહેર થવાની સંભાવના છે, પરંતુ હવે પાકિસ્તાનની આ કંગાળ હાલતમાં થોડી રાહત આપવા તેની વ્હારે આવ્યા છે ગદર્ભ. પાકિસ્તાનમાં ગદર્ભોની સંખ્યા લાખોમાં છે અને તે દુનિયામાં ત્રીજા નંબરે છે. એક રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં 53 લાખ જેટલા ગદર્ભોની સંખ્યા છે. હવે આ ગદર્ભ પાકિસ્તાન ચીનને વેચીને કરોડો રૂપિયા કમાશે.

ચીન ગદર્ભને લઈ ઘણા સમયથી એક રિસર્ચ કરી રહ્યું છે અને આ માટે ચીન દુનિયાના અનેક દેશોમાંથી ગદર્ભની આયાત કરે છે. સાથે નિકાસ પણ કરે છે. ચીનમાં ગદર્ભની ચામડીથી અનેક પ્રકારની દવાઓની નિર્માણ કરવામાં આવે છે. જે અનેક બિમારીઓમાં કામ આવે છે અને આ દવાઓને કારણે ચીન વર્ષે અરબો રૂપિયાની કમાણી કરે છે.

બીજી તરફ પાકિસ્તાન આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યું છે. દુનિયાના વિવિધ દેશો પાસેથી કોઈ સહાય ન મળતા પાકિસ્તાનને હવે ચીનનો સહારો મળ્યો છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાન પાસેથી ચીન ગદર્ભ ખરીદશે. જેના કારણે પાકિસ્તાનની દેવામાંથી બહાર નીકળવા થોડી રાહત મળશે. આપને જણાવી દઈએ કે, આર્થિક રીતે પાકિસ્તાનની સ્થિતિ ખુબજ ખરાબ છે. અનેક દેશોએ પાકિસ્તાનને મદદ કરવાનું બંધ કરી દીધું છે. જેમાં જગત જમાદાર અમેરિકાનો પણ સમાવેશ થાય છે. આર્થિક મદદ બંધ થઈ જતા પાકિસ્તાનની હાલત હાલ હાલક ડોલક છે.

ચીને પાકિસ્તાનના ગદર્ભ ખરીદવાની મંજૂરી આપતા પાકિસ્તાનને મોટી રાહત આપી છે. પાકિસ્તાનને આ નિર્ણયથી ઘણો જ ફાયદો થવાનો છે. પાકિસ્તાન ગદર્ભની સંખ્યામાં સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબરે છે. ચીનમાં ગદર્ભને ખાસ માનવામાં આવે છે. કારણ કે, તેનો ઉપયોગ પારંપરિક રીતે ચીન દવા બનાવવા માટે કરે છે. ગદર્ભની ચામડીથી તૈયાર થતાં જિલેટિનને ઔષધિય ગુણો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેનાથી લોહી અને ઈમ્યૂન સિસ્ટમ સારી થાય છે.

પાકિસ્તાનની આર્થિક સંકડામણ દૂર કરવા માટે ચીને કરોડો રૂપિયાની આર્થિક મદદની વાત કરી હતી અને તેના બદલામાં પાકિસ્તાને ગદર્ભ નિકાસ કરવાના હતા. તો આ સાથે ચીની કંપનીઓ પાકિસ્તાનમાં ગદર્ભની ફાર્મિંગ માટે રોકાણ કરવામાં ઘણો જ રસ દાખવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, વિદેશી કંપનીઓ અને તેમાં ખાસ કરીને ચીની કંપનીઓ પાકિસ્તાનમાં હજારો કરોડ રૂપિયા ગદર્ભમાં રોકાણ કરી રહી છે.Recent Story

Popular Story