બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / Owaisi fields 15 AIMIM candidates for Delhi civic polls, calls CM Kejriwal 'chota recharge'

રાજનીતિ / 'કેજરીવાલ છોટા રિચાર્જ, જેને પણ મળે તેને ટોપી પહેરાવી દે છે', ઓવૈસી બરાબરના બગડ્યાં

Hiralal

Last Updated: 10:08 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓલ ઈન્ડીયા મજલિસ એ ઈત્તહદુલ મુસ્લીમીન ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દિલ્હીના સીએમ કેજરીવાલ પર ઉગ્ર પ્રહારો કર્યાં છે.

  • અસદુદ્દીન ઓવૈસીએ હવે કેજરીવાલની સામે શિંગડા ભેરવ્યાં
  • દિલ્હીની એમસીડી ચૂંટણીના પ્રચાર વખતે ઓવૈસીએ સાધ્યું નિશાન
  • કહ્યું કે કેજરીવાલે કોરોના કાળમાં અમથા અમથા મુસ્લિમોને બદનામ કરી નાખ્યાં 

દિલ્હીમાં એમસીડી ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી પણ ઉગ્ર બની રહી છે. ગુજરાત બાદ હવે અસદુદ્દીન ઓવૈસીએ એમસીડીની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમની પાર્ટી એઆઈએમઆઈએમ. ફક્ત 5 વોર્ડમાં જ ચૂંટણી લડી રહી છે. ઓવૈસીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર એટલો હુમલો નથી કર્યો જેટલો તેમણે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર કર્યો હતો.

કેજરીવાલ જુઠ્ઠા- ઓવૈસી 
ઓવૈસીએ એક જનસભા દરમિયાન અરવિંદ કેજરીવાલને એક છોટા રિચાર્જ ગણાવ્યાં. ઓવૈસીએ કહ્યું, "કોરોના કાળમાં અરવિંદ કેજરીવાલ મુસ્લિમોને બદનામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, તબલીગી ઝમાન કોરોનામાં વધારા માટે જવાબદાર રહેશે. કેજરીવાલને જુઠ્ઠા ગણાવતા તેમણે કહ્યું કે જહાંગીર પુરીમાં જ્યારે ગડબડી થઇ ત્યારે ત્યાં બુલડોઝર ચલાવવામાં આવતું હતું.

કેજરીવાલ જેને મળે તેને ટોપી પહેરાવી દે છે 
ઓવૈસીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ બિલ્કિસ બાનો કેસમાં બોલતા નથી. તેઓ યુનિફોર્મ સિવિલ કોડ પર કંઈ કહેતા નથી. આવા કિસ્સાઓમાં, તેમનું મોં સીવાઈ જાય છે પરંતુ જ્યારે તેઓએ મુસ્લિમોને સુપરસ્પ્રેડર કહેવાનું શરૂ કર્યું, ત્યારે હાઈકોર્ટે તેમને ખોટા સાબિત કર્યા. "મોદીજી ટોપી પહેરતા નથી અને કેજરીવાલ જેને પણ મળે છે તે ટોપી પહેરે છે. જ્યારે કોંગ્રેસને જનતાએ તક આપી અને તે નિષ્ફળ ગઈ. 

બિલકિસ બાનોના મુદ્દે પણ ઓવૈસીએ ભાજપ પર સાધ્યું નિશાન 
ઓવૈસીએ કહ્યું કે બિલ્કિસ બાનોના ગુનેગારોને શા માટે મુક્ત કરવામાં આવ્યા? જેમણે બિલ્કિસના ગુનેગારોને સંસ્કારી કહ્યા હતા તેમને ટિકિટ આપવામાં આવી હતી. આ કેવો વિકાસ છે?

કોંગ્રેસને લીધી આડે હાથ 
અસદુદ્દીન ઓવૈસીએ પણ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે કોંગ્રેસના લોકો મને વોટ કટવા કહે છે. પરંતુ હું કોઇનો મત કાપવા નથી આવ્યો પણ મારા હક માંગવા આવ્યો છું. કોંગ્રેસ શા માટે ભાજપને હરાવી શકતી નથી? ગુજરાતમાં અમારી પાર્ટી માત્ર 13 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. બાકીના 169 જીતીને કોંગ્રેસ સરકાર બનાવે પરંતુ કોંગ્રેસ પોતાની ખામીઓ છુપાવવા માટે આવા આક્ષેપો કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ