રિપોર્ટ / મોદી સરકારના જોબ પોર્ટલ પર 1 કરોડ રજિસ્ટ્રેશન દેખાય છે પરંતુ આ આંકડો ગાયબ

Over 1 cr people register on govt jobs portal

મોદી સરકારની જોબ પોર્ટ પર 1 કરોડથી વધારે બેરોજગારોએ નોકરી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ જવાબમાં અત્યાર સુધીમાં મોદી સરકારે 67.99 લાખ નોકરીઓની સૂચના પોર્ટલ પર આપી છે. જો કે તેમાંથી કેટલી નોકરીઓ રજીસ્ટ્રેશન કરાવેલાઓને મળી તેનો આંકડો સરકારી પોર્ટલ પર ઉપલબ્ધ નથી. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવાર અગાઉ લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સ્પષ્ટ કરી ચૂક્યાં છે કે નેશનલ કેરિયર સર્વિસ (NCA) પોર્ટલ દ્વારા કેટલા લોકોને નોકરી મળી, તેના આકંડાઓ રાખવામાં આવતા નથી, પરંતુ આ પોર્ટલ પર રજિસ્ટર્ડ થયેલી ખાલી જગ્યા અને રજીસ્ટ્રેશન કરાવેલા બેરોજગાર સાથેના જોડાયેલા આંકડાઓ રાખવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ