બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / અમદાવાદ / Organizing of National Conference of School Education Minister in Gandhinagar, Jitu vaghani and Manish Sisodia discussions together

PHOTOS / શિક્ષણ મુદ્દે ગાંધીનગરમાં વાઘાણી-સિસોદિયા એક ટેબલ પર દેખાયા, કાર્યક્રમમાં પણ એક જ કારમાં પહોંચ્યા

Vishnu

Last Updated: 07:28 PM, 1 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં 2 દિવસિય સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કોંફરન્સની શરૂઆત થઈ, શિક્ષણ મુદ્દે આમને સામેને રહેલા વાઘાણી અને સિસોદિયાએ હસતાં મુખે ચર્ચાઓ કરી

  • ગાંધીનગરમાં સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કોંફરન્સ શરૂઆત
  • કોંફરન્સમાં તમામ રાજ્યના શિક્ષણ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત
  • દરેક રાજ્યના શિક્ષણ સચિવ, ઉચ્ચ અધિકારીઓ પણ હાજર

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રીઓ તથા તેમના પ્રતિનિધિઓએ આજે ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG), ગાંધીનગરની મુલાકાત લીધી હતી. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 1 અને 2 જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. 

જીતુ વાઘાણી અને મનીષ સિસોદિયા એક મંચ પર..
આ મહત્વના કોન્ફરન્સમાં દેશભરના શિક્ષણમંત્રીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ વધુ પડતો એ કારણે ચર્ચાઇ રહ્યો છે કે ગુજરાતના શિક્ષણમંત્રી અને દિલ્હીના શિક્ષણમંત્રી એક સાથે દેખાયા હતા. આપને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર આયોજિત કાર્યક્રમમાં ધર્મેન્દ્ર પ્રધાન, જીતુ વાઘાણી તેમજ મનીષ સિસોદિયા એક કારમાં બેસી વિદ્યા સમીક્ષા કેમ્પ ગયા હતા.

ગુજરાત અને દિલ્હીના શિક્ષણને લઈ બંને શિક્ષણમંત્રીઓ આમને સામને
જીતુ વાઘાણીએ મનીષ સિસોદિયાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને ગાડીમાં ઉતર્યા બાદ પણ હસતાં મોઢે ચર્ચાઓ કરી રહ્યા હતા. આ ઘટના પર વિશેષ ચર્ચા શા કારણે કરવામાં આવી રહી છે તેનો પણ જવાબ છે.. ગુજરાતના શિક્ષણને લઈ દિલ્હીની આપ સરકાર અને ભાજપ સરકાર સામ સામે છે. દિલ્હીના શિક્ષણમંત્રી સતત ગુજરાતના શિક્ષણની કચાસ કાઢવામાં કોઈ કાચું કાપી રહ્યા નથી. તેવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પણ એક એક નિવેદનો આપી મનીષ સિસોદિયાને પડકાર આપી રહ્યા છે

કેમ જીતુ વાઘાણી અને મનીષ સિસોદિયાની મુલાકાતની ચર્ચાઓ ચોતરફ
ઓપન ડિબેટની ચેલેન્જ આપી ચૂકેલા મનીષ સિસોદિયા અને શિક્ષણને લઈ AAP પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધી ચૂકેલા જીતુ વાઘાણી આજે સામ સામે થયા હતા.  જો કે કોઈ એકબીજાની ખોટ કાઢવાને બદલે પોતાની સરકારમાં શિક્ષણ બાબતે થયેલા કામો ગણાવ્યા હતા. તેમજ કેવી રીતે હજુ વધુ સુવિધા અને સરળ યુક્ત શિક્ષણ આપી શકાય તેની ચર્ચાઓ થઈ હતી. આ કોન્ફરન્સમાં અગાઉના વિવાદને જોતાં ફરી કોઈ ચૂક ના થાય તે વાતનું ખાસ  ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવુ લાગી રહ્યું હતું કારણ કે મનીષ સિસોદિયા કોઈ વિવાદાસ્પદ નિવેદન આ દરમિયાન જાહેરમાં કરે તો ફરી વિવાદનું વંટોળ જે શાંત બેઠું છે તે ઊભું થાય, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પડછાયાની માફક મનીષ સિસોદિયાની સાથે દેખાતા અનેક ચર્ચાઓ હાલ જોર પકડી રહી છે.

આવતીકાલ ગુરુવારનો કાર્યક્રમ
તા. 0૨ જૂનના રોજ આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિધિવત કોન્ફરન્સ યોજાશે. જેમાં ઉદઘાટનથી લઈ અન્ય ચર્ચા-ગોષ્ઠિઓ અને પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમો સમગ્ર દિવસ દરમિયાન યોજાશે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલીસી-2020, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી શ્રેષ્ઠ યોજનાઓ, નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલીકરણ, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ(NETF), નેશનલ ડીઝીટલ એજ્યુકેશન આર્કીટેક્ચર(NDEAR) વિગેરે ઉપર વિસ્તૃત ચર્ચા તેમજ પ્રેઝન્ટેશન રજૂ થનાર છે. સાથોસાથ આ કાર્યક્રમમાં પધારેલ વિવિધ રાજ્યોના શિક્ષણમંત્રીઓ એક-બીજા સાથે ચર્ચા કરી પોત-પોતાના રાજ્યોમાં બાળકોના શિક્ષણ માટે લીધેલ હકારાત્મક અને નોંધપાત્ર પગલાઓ વિશે આદાન-પ્રદાન કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ