બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / One tune from Commonwealth medalists, 'PM Modi gave a lot of encouragement', know who said what

બેઠક / કોમનવેલ્થના મેડલવીર ખેલાડીઓનો એક જ સૂર, 'PM મોદીએ ખૂબ પ્રોત્સાહન આપ્યું', જાણો કોણે શું કહ્યું

Hiralal

Last Updated: 03:03 PM, 13 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીને મળી આવ્યાં બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ખેલાડીઓનો એક સૂર જોવા મળ્યો હતો કે તેમને પીએમ મોદી તરફથી ખૂબ પ્રેરણા મળી હતી.

  • કોમનવેલ્થ ગેમ્સના મેડલવીર પીએમ મોદીને મળ્યાં
  • પીએમ મોદીને મળતા પ્રસન્ન થયા ખેલાડીઓ
  • બધા ખેલાડીઓનો એક જ સૂર, પીએમ મોદીએ ખૂબ પ્રોત્સાહિત કર્યાં

કોમનવેલ્થ ગેમ્સમાં દેશ માટે મેડલ જીતી લાવનાર ખેલાડીઓ આજે પીએમ મોદીના નિવાસ્થાને પીએમ મોદીને મળ્યાં હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓ પ્રસન્ન મુદ્રામાં જોવા મળ્યાં હતા અને તેમને મળ્યાં બાદ ખેલાડીઓ પીએમ પર ઓળઘોળ થયા હતા. 

બોક્સર સાગર અહલવતે શું કહ્યું 
પીએમ મોદીને મળ્યાં બાદ બોક્સર સાગર અહલવતે કહ્યું કે મેડલ જીત્યા બાદ સમગ્ર દેશભરમાં અમારુ સન્માન થઈ રહ્યું છે. જ્યારે પીએમ મોદીએ અમને ફોન કર્યો ત્યારે અમને ખૂબ પ્રેરણા મળી હતી. અમને ખૂબ સારુ લાગી રહ્યું છે. 

રેસ વોકર પ્રિયંકા ગોસ્વામીએ આવું કહ્યું 
રેસ વોકર પ્રિયંકા ગોસ્વામીએ એવું કહ્યું કે જ્યારે પીએમ મોદીએ અમારી સાથે વાત કરી અમને ખૂબ પ્રેરણા મળી હતી. પીએમ મોદીએ જે વચનો આપ્યાં હતા તેમાંની ઘણી બધી વસ્તુઓ મને યાદ આવે છે. પીએમ મોદીએ ફક્ત મેડલવીરજ પ્રોત્સાહિત કર્યા નથી પરંતુ તેમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં છે. 

વેટલિફ્ટર બિંદિયા રાણીએ કહ્યું- પીએમને મળીને ખુશ 
વેટલિફ્ટર બિંદિયા રાણીએ કહ્યું કે મારા જીવનમાં પહેલી વાર હું સિલ્વર મેડલ જીતી છું. મને ખૂબ ખુશી છે કે હું પહેલી વાર પીએમ મોદીને મળી.SAIએ પણ ખૂબ મદદ કરી છે. 

અમને ખૂબ પ્રેરણા મળી-તુલિકા માન
જૂડોકા તુલિકા માને કહ્યું કે અમારે માટે ખૂબ ગર્વની ક્ષણ છે કે લોકો આજે જુડો વિશે જાણતા થયા છે. અમને ગર્વ છે અમે પીએમ મોદીને મળ્યાં છે. અમને ખૂબ પ્રેરણા મળી છે. 

મેડલ જીતવાનું ચાલુ રાખીને પીએમ મોદીને મળતા રહીશું- પૂજા ગેહલોત 
રેસલર પૂજા ગેહલોતે કહ્યું કે અમને પીએમ મોદીએ ખૂબ પ્રેરણા આપી છે. અમને આશા છે કે અમે મેડલ જીતવાનું ચાલુ રાખીશું અને પીએમ મોદીને મળતા રહીશું. 

પ્રધાનમંત્રી મોદી કોમનવેલ્થ ગેમ્સના ખેલાડીઓને મળ્યાં 
પ્રધાનમંત્રી મોદી આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આ અવસરે તેમની સાથે કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ખેલ રાજ્યમંત્રી નીસિથ પ્રમાણિક પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ આ અવસરે કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડીયામાં દેશે રમતના મેદાનમાં શાનદાર સિદ્ધિ મેળવી છે. તેમણે કહ્યું કે, દેશને પોતાના પદક વીરો પર ગર્વ છે. તેમણે અહીં મહિલા ખેલાડીઓને પણ ખૂબ વખાણ કર્યા હતા અને તેમને કહ્યું કે, બોક્સિંગ જૂડો-કુશ્તીમાં દિકરીઓએ જે કર્યું છે, તે અદ્ભૂત છે. 

મીરાબાઈ ચાનૂએ શું કહ્યું 
મીરાબાઈ ચાનૂએ એવું કહ્યું કે પહેલા લોકો વેઈટલિફ્ટિંગ વિશે જાણતા ન હતા, હવે એવા ખેલાડીઓ છે જે વેઈટલિફ્ટિંગમાં આવી રહ્યા છે. અમે કોમનવેલ્થ ગેમ્સ માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ અમારી સાથે વાતચીત કરી હતી. અમે ગૌરવ અનુભવીએ છીએ અને ભારત માટે પ્રદર્શન કરવા પ્રેરિત થયા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ