બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભૂમધ્ય સાગરના પૂર્વના દેશોમાં સૌથી ઓછા મૃત્યુ
WHOની ફેક્ટશીટનો ચાર્ટ-1 વિસ્તાર પ્રમાણે આત્મહત્યા દરનો અંદાજ પૂરો પાડે છે. વિશ્વમાં આત્મહત્યાને કારણે થતા મૃત્યુમો દર 10.53 (એક લાખની વસ્તીદીઠ) છે. યુરોપમાં આત્મહત્યાને કારણે સૌથી વધુ મોત નોંધાયા છે, જ્યારે ભૂમધ્ય સાગરના પૂર્વના દેશોમાં સૌથી ઓછા મૃત્યુ નોંધાયા છે.
ADVERTISEMENT
રશિયાના આંકડા સરેરાશ વૈશ્વિક આંકડા કરતા ચાર ગણા વધારે
ફેક્ટશીટનો ચાર્ટ -2 દેશો અનુસાર આત્મહત્યાના દરનો અંદાજ દર્શાવે છે. તેમાં દેશની આર્થિક સમૃદ્ધિ, ભૌગોલિક રચના અને સંસાધનોની હાજરી વગેરેને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. આ રેન્કમાં ભારત ઇન્ડોનેશિયા, બ્રાઝિલ અને ચીન જેવા દેશો કરતા ક્યાંય આગળ છે. આ ઉપરાંત રશિયાના આંકડા સરેરાશ વૈશ્વિક આંકડા કરતા ચાર ગણા વધારે છે.
ADVERTISEMENT
સામાન્ય રીતે તમામ ઉંમરના લોકો આત્મહત્યા કરે છે
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આમ તો સામાન્ય રીતે તમામ ઉંમરના લોકો આત્મહત્યા કરે છે, પરંતુ તે 15થી 29 વર્ષથી વચ્ચેની વયના લોકોના મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ છે. ચાર્ટ-3 માં સમગ્ર વિશ્વમાં યુવાનોના મોત અંગેની વિસ્તૃત માહિતીનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અચાનક આવી પડેલા સંકટ સામે લડી ન શકવાના કારણે આત્મહત્યા
યુવાનોમાં સૌથી વધુ મૃત્યુ માર્ગ અકસ્માત દુર્ઘટનાઓ અને યુવતીઓમાં માતૃત્વની (મોટાભાગના કિસ્સાઓમાં પ્રસૂતિ) સ્થિતિને કારણે થાય છે. આત્મહત્યા અને માનસિક વિકૃતિ માટે હતાશા અને આલ્કોહોલનો ઉપયોગને પણ જવાબદાર માનવામાં આવે છે, પરંતુ WHOએ જણાવ્યું છે કે, મોટાભાગની આત્મહત્યા અચાનક આવી પડેલા સંકટ સામે લડી ન શકવાના કારણે અને તણાવના વધુ પડતા બોઝા હેઠળ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.