બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / On Mahashivratri Ujjain was decorated with 18 lakh clay lamps

શિવ જ્યોતિ અપર્ણમ 2023 / મહાશિવરાત્રિ પર ઉજ્જેનને 18 લાખ માટીના દિવડાથી શણગારાયું, તોડ્યો અયોધ્યાનો રેકોર્ડ, જુઓ અલૌકિક તસવીરો"

Kishor

Last Updated: 09:57 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાકાલની નગરી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો છે શિપ્રા ઘાટ પર 18.82 લાખ દિવા પ્રગટાવતા અલોકીક દ્રશ્ય સર્જાયા હતા.

  • મહાકાલની નગરી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડ્યો
  • 18.82 લાખ દિવા શિપ્રા ઘાટ પર પ્રગટાવાયા
  • એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો

આજે મહા શિવરાત્રીના પવન પર્વ પર મહાકાલની નગરી એવી ઉજ્જૈને અયોધ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે ઉજ્જૈનના શિપ્રા ઘાટ પર 18.82 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ સાથે અયોધ્યામાં દિવા પ્રગટાવવાનો રેકોર્ડ પણ તોડી નાખવામાં આવ્યો છે.

ઉજ્જૈનમાં 18.82 લાખ દીવાઓ પ્રગટાવાયા
ઉજ્જૈનમાં આજે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. જેમાં 18.82 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. ઉજ્જૈનના શિપ્રા ઘાટ પર આ  આયોજન કરવામાં આવ્યું હતું.મહત્વની વાત છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવા પ્રગટાવવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં 15 લાખ 76 હજાર દિવા પ્રગટાવવામાં આવ્યા હતા.આ ભવ્યાતિભવ્ય ઊજવણીને પગલે કેદારેશ્વર ઘાટ, સુનહરી ઘાટ, દત્ત અખાડા ઘાટ, રામઘાટ અને ભુખી માતાના ઘાટ સુધી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. તો બીજી બાજુ આ અલૌકિક અને મનોહર દૃશ્યને લઈને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પાંચ સભ્યોની ટીમ પણ અહીં હાજર હતી. પાંચ ડ્રોન વડે મોનિટરિંગ કર્યું હતું. આ વેળાએ આતશબાજી પણ કરવામાં આવી હતી.

આયોધ્યાનો તોડ્યો રેકોર્ડ

આજે મહાકાલમાં એક વિશ્વ રેકોર્ડ બનનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો તેનું સર્ટિફિકેટ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ઉજ્જૈનના મેયર દ્વારા લેવામાં આવ્યું હતું.ઉજ્જૈનમાં ગત વર્ષની વાત કરીએ તો, શિપ્રા નદી કિનારે  1 માર્ચ 2022 ના રોજ એક સાથે 11.71 લાખ દિવા પ્રગટાવવામાં આવ્યા હતા. અને રેકોર્ડ બનનાવવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ