બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / omicron cases in india 10 reasons why omicron may take dangerous turn in india

મહામારી / હવે ગફલતમાં રહેવું નહીં પરવડે! ભારતમાં ઓમિક્રોન પહોંચ્યો ખતરનાક સ્તરે, મળ્યાં 10 મોટા 'રેડ સિગ્નલ'

Last Updated: 05:01 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

10 મોટા રેડ સિગ્નલ મળ્યાં છે જેનાથી સંકેત મળી શકે કે ભારતામાં ઓમિક્રોન કેટલી હદ સુધી વકર્યો છે હવે ખુદ PM મોદીએ બાજી હાથમાં લીધી છે અને આવતીકાલે મોટી બેઠક કરવાના છે.

  • ભારતમાં હવે ઓમિક્રોનનો ખૌફ વધ્યો
  • આવતીકાલે PM મોદીની મોટી સમીક્ષા બેઠક 
  • રાજ્યોને આપી શકે ખાસ આદેશ 

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વધેલી ચિંતાઓની વચ્ચે પ્રધાનમંત્રી મોદી ગુરુવારે એક મહત્વની બેઠકનું આયોજન કરવા જઈ રહ્યાં છે. બેઠકમાં દેશમાં ઓમિક્રોનની સ્થિતિની સમીક્ષા થશે તે ઉપરાંત ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવાની રણનીતિ પર પણ ચર્ચા થશે. 

ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવાની રણનીતિ બનશે
પ્રધાનમંત્રી મોદીની બેઠકમાં કેન્દ્ર અને રાજ્યોના અધિકારીઓ તથા મંત્રીઓ હાજર રહેશે અને ઓમિક્રોનને કેવી રીતે પહોંચી વળવું તેની સમીક્ષા થશે. આ પહેલા મંગળવારે કેન્દ્ર સરકારે રાજ્યોને નવી ચેતવણી આપીને જરુરી પગલાં ભરવાનું જણાવ્યું છે. 

(1) નવા રાજ્યોમાં દસ્તક
દેશમાં 2 ડિસેમ્બરે ઓમિક્રોનના પહેલા કેસની પુષ્ટિ થઈ હતી. 20 દિવસની અંદર ઓમિક્રોન દેશના 15 રાજ્યોમાં ફેલાયો છે અને હાલમાં 200થી વધારે કેસ છે.
(2) ટ્રાવેલ હિસ્ટ્રી વગર કેસ આવી રહ્યાં છે
ભારતમાં હવે ટ્રાવેલ હિસ્ટ્રી વગર કેસ આવી રહ્યાં છે. દિલ્હીમાં કુલ 54 ઓમિક્રોન કેસ છે જેમાંથી 3 કેસમાં દર્દીઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
(3) ઘણા રાજ્યોમાં વધી રહી નોટ વૈલ્યુ
ઓમિક્રોનની દસ્તક વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસની નોટ વૈલ્યુ વધવા લાગી છે. બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ત્રિપુરા, તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને નાગાલેન્ડમાં નોટ વૈલ્યુ સરેરાશ વેલ્યુ 0.89થી ઉપર પહોંચી ગઈ છે. 
(4) વેક્સિન નથી આપી રહી ઓમિક્રોનની સામે સુરક્ષા
ઓમિક્રોન અંગે સૌથી ખતરનાક બાબત એ છે કે તે વેક્સિનની સામે પણ સુરક્ષા પ્રદાન કરતો નથી. હાલમાં દુનિયામાં જેટલી પણ કોરોના વેક્સિન છે તેમાંથી લગભગ તમામ ઓમિક્રોન સંક્રમણ રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. 
(5) અમેરિકા સહિત બાકીના રાજ્યોમાં ખતરનાક ટ્રેન્ડ 
અમેરિકા અને બ્રિટનમાં ઓમિક્રોનથી હાલત ખરાબ થઈ છે. 
(6) મૃત્યુ નહીં થાય તે ભ્રમ પણ તૂટ્યો 
ઓમિક્રોન ખૂબ જ હળવો હોવાનું મનાય છે તે ભ્રમ પણ તૂટી ગયો છે. હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. મૃત્યુની કોઈ શક્યતા જ નથી આ બધા ભ્રમ પણ તૂટ્યા છે. ઓમિક્રોનથી બ્રિટનમાં પહેલું મોત થયું છે અને હવે અમેરિકામાં પણ મોત થયું છે. 
(7) ‎‎‎ડેલ્ટા કરતાં 70 ઘણો વધારે અત્યંત ચેપી
ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતાં 70 ગણી ઝડપથી ફેલાવવાની ક્ષમતા છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગની મેડિસિન ફેકલ્ટીના સંશોધકોના અભ્યાસ મુજબ ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ કરતાં 70 ગણો ઝડપી ફેલાવો ધરાવે છે.

(8) મ્યુટેશનનો ખતરો 
હાલમાં ઓમિક્રોનના કોઈ દર્દીઓની હાલત ગંભીર નથી પરંતુ જો તેમાં કોઈ મ્યુટેશન થયું તો તેના પરિણામો ભયંકર આવી શકે છે. 
(9)‎‎બેદરકારી, ભીડ‎
‎દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડતા જ લોકો બેદરકાર થવા લાગ્યા હતા. બજારમાં ભીડભાડ વધી રહી છે. લોકો માસ્ક પણ પહેરવાનું ટાળી રહ્યાં છે. 
(10) ‎ડેલ્ટા+ઓમિક્રોન ઘાતક સંયોજન 
 અમેરિકા અને યુરોપિયન દેશોની સ્થિતિ કથળી રહી છે અને ત્યાં ‎‎ 'ડેલ્મિક્રોન વેવ' ચાલી રહી હોવાનું મનાય છે. ભારતમાં પણ ધીરે ધીરે કેસ વધ્યા છે. ઓમિક્રોનના મિશ્ર સ્વરૂપનું નામ ડેલ્મિક્રોન રાખવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Omicron Covid variant World Corona corona india ઈન્ડીયા કોરોના ઓમિક્રોન વેરિયન્ટ કોરોના ઈન્ડીયા coronavirus
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ