બ્રેકિંગ ન્યુઝ
Vishnu
Last Updated: 06:10 PM, 8 September 2021
ADVERTISEMENT
કોરોના કાળની શરૂઆતથી જ શાળાનું શિક્ષણ કાર્ય ઠપ્પ છે. કોરોના સ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સરકારે 6થી ઉપરના તમામ ધોરણોનો ઓફલાઇન અભ્યાસ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ઘણા સમયથી ધોરણ 1 થી 5 શાળા શરૂ કરવા સરકાર કવાયત કરતી હોય તેવી વાત ચર્ચાઇ રહી હતી. પંરતુ શાળાઓ શરૂ થવા મામલે VTV ન્યૂઝ પાસે સ્ફોટક માહિતી છે. સૂત્રોના હવાલેથી મળતી ખબર મુજબ ડિસેમ્બર માસ સુધી ધોરણ 1 થી 5 શાળા ઓફલાઇન શરૂ નહીં થાય, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને જોતાં આ સરકાર દ્વારા આગામી સમયમાં આ નિર્ણય કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
ધોરણ 1 થી 5માં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવશે
વીટીવી ગુજરાતીએ આધારભૂત સૂત્રો દ્વારા માહિતી મેળવી છે કે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ધોરણ 1 થી 5ની શાળા હજુ પણ ડિસેમ્બર માસ સુધી બંધ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ડિસેમ્બર બાદ પરિસ્થિતિ આધીન આગળનો નિર્ણય સરકર દ્વારા લેવાઈ શકે છે, કોરોન કાળમાં બાળકો છેલ્લા 2 વર્ષથી ઓફલાઇન અભ્યાસથી વંચિત રહ્યા છે અને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ધોરણ 1 થી 5માં ઓનલાઇન શિક્ષણ ડિસેમ્બર સુધી યથાવત રહેશે કારણ કે સરકાર પણ નથી ઈચ્છતી કે બાળકોના જીવ સાથે રમત થાય અને બાળકો કોરોના સંક્રમિત થાય. વીટીવીએ બ્રેક કરેલી આ ખબરને આગામી સમયમાં મહોર લાગી શકે છે. સરકાર ધોરણ 1 થી 5ની શાળા શરૂ થવા મામલે વધુ સ્પષ્ટતા કરી શકે છે.
કયા ધોરણમાં ઓફલાઇન વર્ગો ચાલુ કરાયા?
રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 11ના વર્ગોની શાળાઓમાં 26 જુલાઈ 2021 સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યા. આ અંગે CM રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જે બાદ 6 થી 8 વર્ગો પણ સપ્ટેમ્બર માસથી શરૂ કરી દેવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT